કુતરાંનાં માંસથી બની રહી હતી બિરયાની... સત્ય જાણીને ઉડ્યા હોશ

આ અફવા કરવારનાં મુંડલી ગામમાં 90 વર્ષિય મહિલાની મોત બાદ ફેલાઇ હતી. જેનું પાંચ દિવસ પહેલાં કુતરાંનાં કરડવાથી નિધન થઇ ગયુ હતું

News18 Gujarati
Updated: June 11, 2019, 2:18 PM IST
કુતરાંનાં માંસથી બની રહી હતી બિરયાની... સત્ય જાણીને ઉડ્યા હોશ
આ અફવા કરવારનાં મુંડલી ગામમાં 90 વર્ષિય મહિલાની મોત બાદ ફેલાઇ હતી. જેનું પાંચ દિવસ પહેલાં કુતરાંનાં કરડવાથી નિધન થઇ ગયુ હતું
News18 Gujarati
Updated: June 11, 2019, 2:18 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: કર્ણાટકમાં એક અફવાનાં કારણે લોકોએ બિરયાનીથી દૂરી બનાવી લીધી છે. આ અફવા છે કે ઉદિપી અને શઇવામોગા શહેરની હોટલમાં મળનારી ચિકન અને મટન બિરયાનીમાં કુતરાનું માંસ વપરાય છે. જોકે, પ્રશાસન અને હોટલ સંચાલકે આ વાતને પાયા વિહોણી ગણાવી છે.

કહેવાય છે કે, આ અફવા કરવારનાં મુંડલી ગામમાં 90 વર્ષિય મહિલાની મોત બાદ ફેલાઇ હતી. જેનું પાંચ દિવસ પહેલાં કુતરાંનાં કરડવાથી નિધન થઇ ગયુ હતું. જે બાદ કુતરાંનાં હુમલાથી પરેશાન લોકોએ તેની ફરિયાદ પ્રશાસનને કરી હતી.

કુતરાને મારવાનાં પ્રતિબંધને કારણે પ્રશાસને કોયમ્બતૂરથી કુતરાં પકડવા માટે ડોગ કેચર્સ બોલાવ્યા હતાં. તેણે 22 કુતરા ગામમાંથી પકડી પાડ્યા હતાં. તે મુટલ્લી ગ્રામ પંચાયત છોડવા માટે પહોચ્યા. પણ ગ્રામીણોનાં વિરોધ બાદ 22 કુતરાંને ભટકલ અને ઉદિપીનાં જંગલમાં છોડી દેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો- મધ્યપ્રદેશમાં હિટ સ્ટ્રોકથી 15 વાંદરાનાં મોત, પાણીની અછત

આ સંપૂર્ણ ઘટનાક્રમમાં વાત ત્યાં આવીને બગડી કે, જ્યારે કુતરાને ટ્રકમાં ભરીને લઇ જતા હતાં ત્યારે તેનો વીડિયો કોઇએ સોશિયલ મીડિયા પર મુકી દીધો આ સાથે જ મેસેજ વાયરલ થયો કે કુતરાંનું માંસ બિરયાનીમાં વપરાય છે અને તે માટે કુતરાંને ટ્રકમાં ભરીને લઇ જવામાં આવી રહ્યાં છે.

બસ પછી શું.. કુતરાંને ટ્રકમાં ભરીને લઇ જતો વીડિય ઉદિપી અને શિવામોગા શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. લોકોએ હોટલ અને મીટની દુકાનથી દૂરી બનાવી લીધી છે. ઘણાં લોકલ સાઇટ્સ અને અખબારે કુતરાંનાં માંસથી બિરયાની બનાવવાની ખબર ચેક કર્યા વગર ચલાવી દીધી જેથી લોકોમાં ડર ભરાઇ ગયો અને તેમને ચિકન અને મટન ખરિદવાનું બંધ કરી દીધુ
આ પણ વાંચો-ઉત્તરાખંડમાં યોજાવવાનાં છે ભવ્ય લગ્ન, બૂક થયા 200 હેલીકોપ્ટર

દુકાનદારોનું કહેવું છે કે, જૂનથી ઓગષ્ટ સુધી માછલી પકડવા પર પ્રતિબંધ હોવાને કારણે ચિકન અને મટનની સપ્લાય સારી થઇ રહી હતી. પણ 'ભો-ભો બિરયાની' કુતરાંનાં માંસની બિરયાનીની અફવાને કારણે બિઝનેસ મંદો થઇ ગયો છે.

આ પણ વાંચો-આ શહેરમાં બટેટા અને ડુંગળીના ભાવે મળે છે કાજુ

ફૂડ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓની લોકોને અપીલ છે કે અફવા પર ધ્યાન ન આપે. તેમનું કહેવું છે કે, ચિકન અને મટન બિરયાનીમાં કુતરાંનું માંસ ઉપયોગમાં લેવામાં આવતું નથી. આ માત્ર અફવા છે. હાલમાં ભટકલ પોલીસે આ મામલાને સંજ્ઞાન લેતા વીડિયો દ્વારા અફવાહ ફેલાવનારા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે અફવા ફેલાવનારા વીડિયોને સોશિયલ મીડિયાથી હટાવવાની વાત કરી છે.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...