આ છે બેસ્ટ પાર્કિંગ સેન્સર : કાર પાર્ક કરાવતા સ્માર્ટ ડોગનો વિડીયો વાયરલ

આ વાયરસ વીડિયોને @humorandanimals દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. (Credit: twitter)

માલિકને કાર પાર્કિંગમાં મદદ કરતા સ્માર્ટ ડોગનો વીડિયો અત્યાર સુધીમાં 33 હજારથી વધુ વખત રીટ્વીટ થયો

  • Share this:
સોશિયલ મીડિયા (Social Media)માં ડોગના હજારો વિડીયો છે. આવા વિડીયો વાયુવેગે વાયરલ (Video Viral) થઈ જાય છે. લોકો ડોગ (Dog)ના વિડીયોને ખૂબ પસંદ કરે છે. કેટલાક વિડીયોમાં ડોગની ક્યૂટ કે આશ્ચર્યજનક હરકત લોકોને ચકિત કરી નાખે છે. આવું કેવી રીતે તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠવા લાગે છે.

આવો જ એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં ડોગ પાર્કિંગ સેન્સર (Parking Censor) તરીકે ફરજ બજાવી રહ્યું છે. આ વિડીયો ટ્વીટર પર Humor and Animals પેજ પર શેર થયો છે. આ વિડીયોમાં ડોગ કાર ચાલકને સુરક્ષિત રીતે કાર પાર્ક (Car Parking) કરવા મદદ કરી રહ્યો હોવાનું જોવા મળે છે. ડોગ કારની પાછળના ફૂટપાથ પર બેઠો છે અને ડ્રાઇવર તરફ ઈશારો કરતો જોવા મળે છે. જ્યારે પણ કાર ફૂટપાથને અથડાવવાની નજીક આવી જાય, ત્યારે તે ભસવા લાગે છે. વિડીયોમાં 'બેસ્ટ બાર્કિંગ સેન્સર યુ કેન ગેટ' કેપ્શન અપવામાં આવ્યું છે.

આ પણ જુઓ, કોરોના ટેસ્ટના ડરથી આસામમાં રેલવે સ્ટેશનથી એક સાથે ભાગ્યા 400 મુસાફરો, Video વાયરલ

આ વિડીયો જોઈને લોકો તેનો આનંદ ઉઠાવી રહયા છે. લોકો આ ટ્વીટ પર આનંદ વિનોદથી ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું છે કે, શું આ સુવિધા કાર સાથે આવે કે બાદમાં ઇન્સ્ટોલ કરવી પડે. બીજા એક યુઝરે લખ્યું કે, ગોલ્ડન રીટ્રીવર્સ દ્વારા સંચાલિત દુનિયામાં રહેવાની કલ્પના કરો.


માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર આ વિડીયોને મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 33 હજારથી વધુ લોકોએ વિડીયોને રીટ્વીટ કર્યો છે. Humor and Animals પર ડોગના વિચિત્ર, રમૂજી અને સુંદર વિડીયોઝ જોવા મળે છે. જોકે, પાર્કિંગ સેન્સર વિડીયોએ સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

આ પણ જુઓ, VIDEO: ઘોડાના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ, કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા

આ પ્રકારનો વિડીયો અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યો છે. જે વિડીયો Woof Woof નામના ફેસબુક પેજ પર શેર થયો હતો. આપણને કલ્પના પણ ન કરી શકીએ તેવા વિડીયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં ડોગની વિવિધ હરકત જોવા મળે છે. નાચતા રમતા, અને સ્માઈલ કરતા ડોગના વિડીયો સોશિયલ મીડિયા માટે ઓલ ટાઈમ ફેવરિટ રહ્યા છે.
First published: