ભયાનક ચક્રવાતના એક મહિના પછી, કાટમાળમાંથી જીવતો મળ્યો શ્વાન

News18 Gujarati
Updated: October 8, 2019, 4:20 PM IST
ભયાનક ચક્રવાતના એક મહિના પછી, કાટમાળમાંથી જીવતો મળ્યો શ્વાન
શ્વાન

બહામાસમાં એક મહિના પહેલા આવ્યું હતું ચક્રવાત. જેમાં એક મહિના પછી એક કૂતરો કાટમાળ નીચેથી જીવતો મળી આવ્યો. બચાવકર્મી તેને ચમત્કાર જ માને છે.

  • Share this:
એટલાન્ટિંક મહાસાગર (Atlantic Ocean) ના ઉત્તરી અમેરિકા (North America) પાસે આવેલ બહામાસ (Bahamas) માં એક આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના બની છે. અહીં લગભગ એક મહિના પહેલા ભયાનક ચક્રવાત આવ્યું હતું. જેણે મોટી તબાહી સર્જી હતી. જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં મોટું નુક્શાન પણ થયું હતું. પણ તે પછી હાલ જે ઘટના બની છે તેને બધાને ચોંકાવી મૂક્યા છે. બચાવકર્મીઓને તોફાનના એક મહિના પછી મકાનોના કાટમાળ નીચેથી એક જીવતો કૂતરો મળ્યો છે. આ કૂતરો કાટમાળની નીચે એક મહિનાથી દબાયેલો હતો. અને આ સ્થિતિમાં તેના બચવાની સંભાવના અશક્ય હતી. ત્યારે બચાવકર્મીઓ તો આ વાતને એક ચમત્કાર સ્વરૂપ જ માની રહ્યા છે.

બહામાસ દ્વીપ પર એક મહિના પહેલા શ્રેણી 5નું તોફાન આવ્યું હતું. ડોરિયન નામના આ તોફાનમાં અહીં 50 લોકોની મોત થઇ હતી. અને જાનમાલને પણ મોટા પાયે નુક્શાન થયું હતું. 1 મહિના પછી પણ બચાવકર્મી દ્વારા કાટમાળને દૂર કરવા, તેની નીચે દટાયેલી લાશોને બહાર નીકાળવાનું કામ ચાલી રહ્યું છે. તે તમામની વચ્ચે બચાવકર્મીઓના હાથમાં આ કૂતરું આવ્યું હતું.

ફ્લોરિડાના બિગ ડૉગ રેન્ચ રેસ્ક્યૂની તરફથી એક ડ્રોન દ્વારા માર્શ હાર્બર વિસ્તારમાં રેસક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ વિસ્તારની જ્યારે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ડ્રોનમાં લાગેલા ઉષ્મા શોધક ઉપકરણોએ કાટમાળમાં કોઇ જીવત વસ્તુ હોવાની જાણકારી આપી હતી. તે પછી બચાવકર્મીઓએ કાટમાળ હટાવતા એક એરકંડીશનર યૂનિટ અને કેટલીક ધાતુઓની વચ્ચે આ કૂતરો ફસાયેલો જોવા મળ્યો હતો. ત્યારે એક મહિના સુધી કંઇ પણ ખાધા પીધા વગર આ કૂતરો કેવી રીતે જીતવો બચી ગયો તે વાત બધાને આશ્ચર્ય પમાડે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ ચક્રવાત પછી બચાવદળે 150 થી વધુ જાનવરોનો બચાવ કર્યો છે. જાણકારોનું માનવું છે કે આ કૂતરો તેની સામેના ખાડામાં વરસાદનું જે પાણી હતું તે પીને જીવતો રહ્યો હશે. આ કૂતરાને તે પછી વિમાન દ્વારા બહામાસથી ફ્લોરિડા લઇ જવામાં આવ્યા. અને અહીં તેને સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ તેના માલિકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर