શ્વાન વફાદાર પ્રાણી છે, તેવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. તેવામાં હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં શ્વાને એવી તો હિમ્મત બતાવી છે કે, તેને જોઈને તમે જ મોઢામાં આગળ નાંખી દેશો. શ્વાને પોતાની વફાદારી બતાડવા માટે સિંહ અને સિંહણ સાથે બાથ ભીડી લીધી હતી.
અસલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, એક સિંહ અને સિંહણ શિકારની ફિરાકમાં બેસ્યા હોય તેવું લાગી રહ્યું છે, તેમની નજીક જ ઘણા બધા પ્રાણીઓ ચરી રહ્યાં છે, જેમાં જંગલી ગાયો અને જિબ્રાને દેખાઈ રહ્યા છે. જોકે તેવામાં આ સિંહ અને સિંહણને ભગાડવા માટે શ્વાન સામેથી તેમના પાસે આવે છે અને તેમની ઉપર અટેક કરી દે છે.
પહેલા તો એવું લાગે છે કે, આ શ્વાનના દિવસો ભરાઈ ગયા છે, પરંતુ જ્યારે તે પહેલા સિંહણ અને પછી સિંહ પર અટેક કરે છે, તે જોઈને આશ્વર્યમાં પડી જવાય છે. સિંહને પાછો પાડી દે છે અને પાછો પોતાની ગાયો તરફ તે જતો રહે છે. જાણે એક રીતની ચેતવણી આપવા આવ્યો હોય તેમ સિંહ અને સિંહણને કહે છે કે, મારી ગાયો સામે આંખ ઉપાડીને જોયું છે તો પણ મારાથી ખરાબ કોઈ થશે નહી.
આમ આ શ્વાનને એક સર્વોચ્ચ એવોર્ડથી નવાજવો જોઈએ જેને સિંહ સામે ભાથ ભીડવાની હિંમત કરી જે તેમની જાતમાં આજ સુધી કોઈએ કરી હશે નહી.
આ વીડિયો વિદેશનો લાગી રહ્યો છે, જોકે આપણા ગુજરાતમાં પણ જ્યારે ભરવાડો અને રબારી ગાયો ચારવા માટે જંગલમાં જાય છે, ત્યારે તેમની સાથે પણ શ્વાન હોય જ છે, જે ગાયોની દેખભાળ કરતો હોય છે, તે પણ આવા જંગલી પ્રાણીઓની તેમના માલિકને જાણ કરે છે. આમ કોન્ફિડન્સથી ગમે તે કામ કરો તો તેમા સફળ થઈ જવાય પરંતુ આને તો સેલ્ફ કોન્ફિડન્સ ગણવું કે, કોન્ફિડન્સ તે જ ખબર પડી રહી નથી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર