Home /News /eye-catcher /કુતરાના સુંદર અને રેશમી વાળ જોઈ તમને પણ થશે ઈર્ષા, સોશિયલ મીડિયા પર વાયરલ

કુતરાના સુંદર અને રેશમી વાળ જોઈ તમને પણ થશે ઈર્ષા, સોશિયલ મીડિયા પર વાયરલ

કુતરાના સુંદર અને રેશમી વાળ

Dog With Beautiful Hair: કૂતરાઓના સિલ્કી અને લાંબા વાળ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે કારણ કે તે એકદમ સ્વસ્થ અને સુંદર છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો કૂતરાના આ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.

    દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. વ્યક્તિના બાહ્ય વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ તેના વાળ છે, જેની ગુણવત્તા તમારા વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે. આ જ કારણ છે કે વ્યક્તિ વાળની ​​ખાસ કાળજી લે છે. એ વાત અલગ છે કે દરેકના વાળની ​​પોતાની રચના હોય છે અને તમે ગમે તે કરો, તમે તેને બદલી શકતા નથી. કોઈના જાડા-સિલ્કી વાળ જોઈને તમે વિચાર્યું જ હશે કે કાશ મારી પાસે આવા વાળ હોત. આજકાલ કેટલાક લોકો કૂતરાના રેશમી વાળ જોઈને આવું જ વિચારી રહ્યા છે.

    આ વાત સાંભળીને તમને થોડું અજીબ લાગતું હશે, પરંતુ એ સાચું છે કે ઇન્ટરનેટ પર આ કૂતરાના લાંબા વાળની ​​ચર્ચા થઇ રહી છે. કૂતરાના રેશમી અને લાંબા વાળ જોયા પછી લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે કારણ કે આ એકદમ સ્વસ્થ અને સુંદર છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોને કૂતરાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેને જોઈને ઈર્ષા વ્યક્ત કરી રહ્યા છે.

    આ પણ વાંચો: બોડીગાર્ડ બિલાડી: અલગ જ અંદાજમાં બિલાડીએ બચાવ્યો બાળકનો જીવ 

    સુંદર વાળ વાળા કુતરા


    મિરરના અહેવાલ મુજબ હેટી નામના કૂતરાના વાળ એટલા સુંદર છે કે તે કિસ્સા-કહાની જેવા લાગે છે. તેના માલિકે ટિકટોક પર કૂતરાના વાળને સવારતો વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે તે આખો દિવસ તેના વાળનું ધ્યાન રાખે છે. યુઝર્સ કૂતરાના રેશમી વાળ જોઈને સ્તબ્ધ છે. કેટલાક લોકો કૂતરાના વાળ જોઈને ઝલન કરી રહ્યા છે અને તેઓએ તેમના વાળનું રૂટિન પણ પૂછ્યું. @hugo.and.hattie નામના Tiktok એકાઉન્ટ પરથી બે કૂતરાઓના વીડિયો શેર કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: 78 વર્ષનાં કાકાને 18 વર્ષની યુવતી સાથે થઈ ગયો સાચો પ્રેમ!  


    કૂતરાના રેશમી વાળનું રહસ્ય શું છે?


    કૂતરાઓનો ઓનર કહે છે કે તેઓ આ માટે ખાસ કરીને ડોગ શેમ્પૂનો ઉપયોગ કરે છે, જેમાં વિટામિન ઇ, નારિયેળ અને શિયા બટર હોય છે. તે અઠવાડિયામાં એકવાર વાળ ધોવે છે અને પછી કન્ડિશનિંગ કરે છે. હ્યુગોના વાળ એટલા લાંબા છે કે તેને બ્રેઇડ પણ કરી શકાય છે. આના પર કોમેન્ટ કરતા લોકોએ કહ્યું કે તેઓ સપનામાં પણ વિચારી શકતા નથી કે કૂતરાના વાળ જોઈને તેમને ક્યારેય ઈર્ષ્યા થશે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું - તેમને શેમ્પૂની બ્રાન્ડની જાહેરાતો મળવાનું શરૂ થઇ જશે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Ajab Gajab, Internet viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन