ડોકટરે કરી ગંભીર બેદરકારી, ચુકવવાં પડ્યા રુ. 3.62 કરોડ

ડોકટરે મહિલાના મેડિકલ રિપોર્ટની બરાબર તપાસ ન કરતા થયું આવું

News18 Gujarati
Updated: November 4, 2018, 3:58 PM IST
ડોકટરે કરી ગંભીર બેદરકારી, ચુકવવાં પડ્યા રુ. 3.62 કરોડ
ડોકટરે મહિલાના મેડિકલ રિપોર્ટની બરાબર તપાસ ન કરતા થયું આવું
News18 Gujarati
Updated: November 4, 2018, 3:58 PM IST
અમેરિકાના ફ્લોરિડામાં એક ડોકટરની બેદરકારીને કારણે મહિલાએ એક કિડની પર જીવવાનો વારો આવ્યો છે. ડોકટરે મહિલાની કિડનીમાં ગાંઠ સમજી એક કિડની કાઢી લીધી હતી. ડોકટરે 3.62 કરોડ રુપિયા ભર્યા બાદ સમાધાન થયું હતુ.

મીડિયા માહિતી અનુસાર અમરિકાના ફ્લોરિડામાં એક ડોકટરે કેન્સરની ગાંઠ સમજીને એક મહિલાની સ્વસ્થ કિડની કાઢી નાખી. 53 વર્ષીય મહિલા મોરીન પૈચેકોનો 2016માં એક્સિડેન્ટ થયો હતો. તેની સારવાર પછી પણ તેણીને પીઠમાં દુખાવો થતો હતો. જેના કારણે તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો હતો પણ ખૂબ જ તેમનો ભારે પડ્યો. જાણો આગળ શું થયું

મહિલા ડોકટર ડૉ. રમોન વાસ્ક્યૂજ પાસે ગઇ ત્યા તેમણે ડોકટરને પોતાની પીડા વિશે જણાવ્યું ત્યારબાદ ડોકટરે તેની તપાસ કરી તો મહિલાને પેલ્વિસ (પેડુ)માં એક માસ(પિંડ) જોવા મળ્યું. ત્યારે ડોકટરે તનો ઇમરજન્સી કેસ ગણાવી મહિલાની કિડની કાઢી લીધી.

મીડિયા અહેવાલો અનુસાર ડોકટરે તેમની તપાસ બરાબર કરી ન હતી. મહિલાના મેડિકલ રિપોર્ટની પણ તપાસ ન કરી. જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે સમગ્ર હકિકત સામે આવી હતી. ત્યારબાદ મહિલાએ કાયદાકીય કાર્યવાહી કરી. અને ડોકટરે પાંચ લાખ ડોલર( લગભગ 3.62 કરોડ રુપિયા દંડ ભર્યા બાદ આ કેસમાં સમાધાન થયું હતુ. ડોકટર વાસ્ક્યૂજની આ ગંભીર બેદરકારીને કારણે મહિલાને એક કિડની પર જીવવું પડશે. આ કેસની સ્થાનિક લોકો ભારે ટીકા કરી રહ્યાં છે.
First published: November 4, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...