Home /News /eye-catcher /

OMG! ડૉક્ટર ઑપરેશન બાદ મહિલાના પેટમાં જ ભૂલી ગયો રૂમાલ અને બેન્ડેઝ

OMG! ડૉક્ટર ઑપરેશન બાદ મહિલાના પેટમાં જ ભૂલી ગયો રૂમાલ અને બેન્ડેઝ

જિલ્લા સિવિલ સર્જન ડૉ.સુરેશ જગદાલે જ્યારે આ વાત જણાવી તો તેમણે કહ્યું કે તેમને ક્વારંટાઇન નહીં પણ સીઓવીઓ કેર સેન્ટરમાં છે. અને આ એક વિશેષ રૂમ છે કોઇ સ્ટોર રૂમ નથી. હું તે વાત સ્વીકારું છું કે ત્યાં તમને ઘર જેવી સુવિધા નહીં મળતી હોય. પણ અમે તે લોકોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આ જ હોસ્પિટલના બે અન્ય ડૉક્ટર્સની રિપોર્ટ પણ પોઝિટિવ આવી છે. (પ્રતિકાત્મક તસવીર)

મહિલા દર્દીને વધારે દુઃખાવો થતાં દિલ્હીની હોસ્પિટલમાં એન્ડોસ્કોપી કરાવવાથી સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. મહિલા દર્દીને યોગ્ય સારવાર મળે તે પહેલા જ શરીમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું.

    ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપત જિલ્લા હોસ્પિટલમાં (Jilla Hospital) એક ડૉક્ટરની (Doctor) મોટી બેદરકારીની (carelessness) ઘટના પ્રકાશમાં આવી છે. સર્જને મહિલાનું પથરીનું ઑપરેશન કર્યાબાદ સાફસફાઈ માટે ઉપયોગમાં લેવાયેલા રૂમાલ અને બેન્ડેઝ શરીરમાં જ ભૂલી ગયો હોવાનો આરોપ છે.

    મહિલા દર્દીને વધારે દુઃખાવો થતાં દિલ્હીની હોસ્પિટલમાં એન્ડોસ્કોપી કરાવવાથી સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. મહિલા દર્દીને યોગ્ય સારવાર મળે તે પહેલા જ શરીમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. પાંચ દિવસ પહેલા જ મહિલાએ દિલ્હીની (Delhi) હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પેટની અંદ રૂમાલ અને બેન્ડેઝ છોડ્યા હોવાની પુષ્ટી થઈ છે.

    આ પણ વાંચોઃ-હવે FD છોડીને લોકો આ જગ્યાએ લગાવી રહ્યા છે પૈસા, થયા છે વધુ ફાયદો!

    મળતી માહિતી પ્રમાણે 40 વર્ષીય મહિલા બેગમ નિશાની કોથળીમાં પથરી હતી. આશરે પાંચ મહિના પહેલા તેમને ઑપરેશન કરાવવા માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં એક સર્જને મહિલાનું ઑપરેશન કર્યું હતું. ઑપરેશનના ત્રણ દિવસ પછી તેને રજા આપવામાં આવી હતી. તબીબે મહિલાની બે મહિના સુધી સારવાર કરી પરંતુ તેનો દુઃખાવો ઓછો ન થયો.

    આ પણ વાંચોઃ-આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

    મહિલાની હાલત વધારે બગડતા પરિવારજનોએ તેને 15 ઑક્ટોબરે દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં તેની એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. જેમાં મહિલાના શરીરની અંદર ઑપરેશન દરમિયાન ભૂલી જવાયેલા રૂમાલ અને બેન્ડેઝની જાણકારી મળી હતી. પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. મહિલાના આખા શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું.

    આ પણ વાંચોઃ-Photo: 8 વર્ષ સુધી નનની ટ્રેનિંગ લીધી અને યુવતી બની ગઈ પૉર્ન સ્ટાર

    ડૉક્ટરોએ મહિલાનું ફરીથી ઑપરેશન કરીને પેટની અંદરથી રૂમાલ અને બેન્ડેઝ બહાર કાઢી હતી. આશરે પાંચ દિવસ પહેલા જ શુક્રવારે મહિલાની હાલત વધારે બગડી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. પીડિતાનું દિલ્હીમાં જ પોસ્ટમોર્ટમ થયું હતું. મહિલાના મોતથી પરિવાજનોએ હોબાળો મચાવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: OMG story

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन