દુનિયામાં જીન્સને (Jeans)અમેરિકા (America)બધાની સામે લાવ્યું છે. આ દેશમાં થઇને જીન્સ દુનિયાના બધા જ ખુણામાં પહોંચી ગયું છે. જીન્સને આજે ફેશન સ્ટેટમેન્ટ માનવામાં આવે છે. જોકે સૌ પહેલા તે મજૂરો માટે બનાવવામાં આવ્યું હતું. જીન્સ બનાવવા પાછળનું કારણ એ હતું કે મજૂરોના કપડા વધારે ગંદા ના થાય. રોજ રોજ પેન્ટ ધોવું ના પડે તે માટે જીન્સ બનાવવામાં આવ્યું હતું. આજના સમયે દરેક વ્યક્તિ જીન્સ પહેરે છે. તેના પોકેટની અંદરના ભાગમાં એક નાનું પોકેટ (Tiny Pocket In Jeans)બનાવેલું હોય છે. આપણે તેનો સિક્કા રાખવા માટે ઉપયોગ કરીએ છીએ. જોકે તમને જણાવી દઈએ કે અસલમાં આ અન્ય કારણથી બનાવવામાં આવ્યું હતું.
જીન્સના પોકેટની અંદરના ભાગમાં એક નાનું સ્પેસ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણે તેમાં સિક્કા નાખીએ છીએ. જોકે જમણી બાજુ બનેલ આ નાનું પેકેટ અન્ય કારણોથી બનાવ્યું હતું. આ પોકેટ સિક્કા રાખવા માટે નહીં પણ નાની ઘડિયાળ રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જીન્સનો ઇતિહાસ ઘણો જૂનો છે. શરૂઆતમાં તેને મજૂરો માટે બનાવવામાં આવ્યું હતું પછી આ ફેશન સ્ટેટમેન્ટ બની ગયું હતું.
18મી સદીમાં નાની ચેઇન વાળી ઘડિયાળો ચાલતી હતી. તે ઘડિયાળને રાખવા માટે પોકેટમાં સ્પેસ બનાવવામાં આવી હતી. આ સ્પેસને બનાવવાનું લેવી સ્ટ્રોસ નામની કંપનીએ શરૂ કર્યું હતું. હવે આ લેવિસ બની ગઈ છે.
જીન્સના જમણી બાજુ રહેલા આ સ્પેસને આધિકારિક રીતે વોચ પોકેટ કહેવામાં આવે છે. જૂના સમયમાં કાઉબોય્ઝ તેની અંદર ચેઇન વાળી ઘડિયાળ રાખતા હતા. આ પછી ઘડિયાળનું ચલણ ઓછું થયું તો લોકોને લાગ્યું કે અસલમાં આ સિક્કા રાખવા માટે બનાવવામાં આવે છે.
જીન્સના નાના પોકેટમાં ઘડિયાળ રાખવાથી તેના તુટવાની શક્યતા ઓછી થઇ જાય છે. તેનો ઉપયોગ દરેક મજૂર કરતો હતો. આ પછી વોચ પોકેટને લોકો એટલું પસંદ કરવા લાગ્યા કે હજુ પણ જમણી તરફ બનાવવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર