ફિલ્મને પણ ટક્કર મારે એવી કહાનીઃ છૂટાછેડા આપીને ખુદ પતિ જ પત્નીના પ્રેમી સાથે કરાવશે લગ્ન

ફિલ્મને પણ ટક્કર મારે એવી કહાનીઃ છૂટાછેડા આપીને ખુદ પતિ જ પત્નીના પ્રેમી સાથે કરાવશે લગ્ન
પ્રતિકાત્મક તસવીર

પત્ની કલ્પના ફેશન ડિઝાઈનર અને પતિ રાજેશ સૉફ્ટવેર એન્જિનિયર છે. બંનેના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંનને બે બાળકો પણ છે. પતિ અને પત્ની વચ્ચે અચાનક 'વો' (પ્રેમી) આવી ગયો હતો.

 • Share this:
  મધ્ય પ્રદેશના (Madhya pradesh) ભોપાલમાં (bhopal) એક અજીબો ગરીબ (Love story) કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સૉફ્ટવેર એન્જિનિયરે (Software Engineer) પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા. પરંતુ આ છૂટાછેડા પાછળનું કારણ જાણીને પણ તમને નવાઈ લાગશે. એન્જિનિયરની પત્ની પોતાના પહેલા પ્રેમી સાથે ખુશીથી જીવન જીવે એ માટે છૂટાછેડા આપ્યા હતા.

  આ કહાની રાજધાનીના કોલાર ક્ષેત્રમાં રહેનારા દંપતિ રાજેશ અને કલ્પનાની (કાલ્પનિક નામ) છે. પત્ની કલ્પના ફેશન ડિઝાઈનર (Fashion designer) અને પતિ રાજેશ સૉફ્ટવેર એન્જિનિયર છે. બંનેના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંનને બે બાળકો પણ છે.  આ પણ વાંચોઃ-એન્જિનિયર પતિએ માગ્યું બસનું ભાડું તો બાળકો સાથે મળીને પત્નીએ દંડા ધોઈ નાંખ્યો

  પતિ અને પત્ની (husband-wife) વચ્ચે અચાનક 'વો' (પ્રેમી) (Boyfriend) આવી ગયો હતો. પ્રેમીના કારણે પતિ-પત્ની વચ્ચે અંતર વધતું ગયું હતું. મહિલા પોતાના પ્રેમી માટે ઘર પણ છોડવા માટે તૈયાર થઈ હતી. આ કેસ ફેમિલી કોર્ટમાં (family court) પહોંચ્યો હતો.

  આ પણ વાંચોઃ-માતાની ઈચ્છા પૂરી કરવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈને નીકળ્યો દુલ્હો, દુલ્હન અજાણ

  માનવામાં આવી રહ્યું છે કે, કલ્પનાના લગ્ન પહેલા એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતા હતા. લગ્ન બાદપણ પ્રેમી સાથે સંબંધ રહ્યોહ તો. પ્રેમી બીજી જ્ઞાતીનો હતો એટલા માટે કલ્પનાના પિતા આ લગ્ન માટે તૈયાર ન્હોતા થયા. અને કલ્પનાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવ્યા હતા. જોકે, પાગલ પ્રેમીએ અત્યાર સુધી પણ લગ્ન કર્યા નહીં.

  આ પણ વાંચોઃ-ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશ

  પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિ રાજેશે કાઉન્સિલરને બતાવ્યું કે કલ્પના તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ કલ્પનની કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો રાજેશ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે.

  ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી. કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.
  Published by:ankit patel
  First published:November 24, 2019, 22:42 pm

  ટૉપ ન્યૂઝ