Home /News /eye-catcher /OMG! ઊંટના બ્યૂટી કોન્ટેસ્ટમાં થઈ બેઈમાની, પ્રાણીઓની સુંદરતા વધારવા અપાયા ઈન્જેક્શન

OMG! ઊંટના બ્યૂટી કોન્ટેસ્ટમાં થઈ બેઈમાની, પ્રાણીઓની સુંદરતા વધારવા અપાયા ઈન્જેક્શન

ઊંટની બ્યૂટી કોન્ટેસ્ટમાં બેઇમાની

OMG : સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ અઝીઝ કેમલ ફેસ્ટિવલ (Saudi Arabia’s King Abdulaziz Camel Festival)માં 43 ઊંટોને બોટોક્સનું ઇન્જેક્શન (Camels injected with botox) આપવામાં આવ્યું હતું. જે બાદ તે ઊંટોને આ ફેસ્ટિવલમાંથી ગેરલાયક ઠેરવી (Camels Disqualified from Beauty Contest) બહાર કરી દેવામાં આવ્યા હતા. તેના પર અનેક પ્રકારની કોસ્મેટિક પ્રક્રિયાઓ (Cosmetic Procedures of Camels) કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વધુ જુઓ ...
વિશ્વમાં મિસ ઈન્ડિયા, મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ જેવી ઘણી સૌંદર્ય સ્પર્ધાઓ છે જેમાં લોકોનું મૂલ્યાંકન તેમની સુંદરતાના આધારે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રાણીઓની પણ બ્યુટી કોન્ટેસ્ટ (Beauty Contest of Animals) હોય છે જેમાં તેમની સુંદરતા જોઈને તેમને પુરસ્કાર આપવામાં આવે છે.

હાલમાં જ આવી જ એક બ્યુટી કોન્ટેસ્ટ (Cheating in Beauty Contest of Camels)માં છેતરપિંડી થઈ હતી, જેના પછી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. સાઉદી અરેબિયા (Saudi Arabia)માં કેટલાક ઊંટોની સુંદરતા વધારવા માટે, તેમને ઈન્જેક્શન (Botox Injected to Camels in Beauty Contest) આપવામાં આવ્યા હતા. જે બાદ માણસોની ચોરી પકડાઈ હતી.

સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ અઝીઝ કેમલ ફેસ્ટિવલ (Saudi Arabia’s King Abdulaziz Camel Festival)માં 43 ઊંટોને બોટોક્સ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. જે બાદ તેને આ ફેસ્ટિવલમાં ગેરલાયક ઠેરવીને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. તેના પર અનેક પ્રકારની કોસ્મેટિક પ્રક્રિયાઓ (Cosmetic Procedures of Camels) કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી હતી.

આ પણ વાંચો: LGBT: મેઘધનુષ્ય ધ્વજમાં કયા રંગનો શું છે અર્થ? 8 રંગોના ધ્વજમાંથી દૂર કરાયાં છે 2 રંગ

બોટોક્સ ઉપરાંત બીજી ઘણી વસ્તુઓનો પણ કરાયો ઉપયોગ

તમને જાણીને નવાઈ લાગશે કે સાઉદી અરેબિયામાં આ હરીફાઈ એટલી મહત્વની છે કે લોકો પોતાના ઊંટને બીજાના ઊંટો કરતાં સુંદર દેખાડવા માટે વિવિધ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો: OMG! ચર્ચના બાથરૂમની દિવાલમાં પ્લમ્બરને મળ્યો કરોડોનો ‘ખજાનો’ , રાતોરાત બન્યો અમીર

સાઉદી પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ, આ વર્ષે 40 ઊંટોને બોટોક્સના ઇન્જેક્શનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે બોટોક્સ એ બોટ્યુલિનમ ટોક્સિન પ્રોટીનમાંથી બનેલી એક પ્રકારની દવા છે જેને શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે માણસોના ચહેરા પર પણ લગાવવામાં આવે છે જેથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે.

આ પણ વાંચો: OMG! 5 વર્ષની દીકરીના રમકડામાં માતાને મળ્યા રૂ.20 હજાર! પૂછતા છોકરીએ આપ્યો આવો જવાબ

પકડાયેલા માલિકોએ ભરવો પડે છે લાખોનો દંડ

ઘણા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવું પહેલીવાર નથી બન્યું. બોટોક્સનો ઉપયોગ એ નાની વાત છે. કેટલીકવાર તો હોઠની સહનશક્તિ વધારવા અને સ્નાયુઓની મજબૂતાઈ વધારવા માટે વિવિધ પ્રકારના હોર્મોન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંટોના માલિકો તો ઊંટના ઉપલા હોઠને લંબાવવાના મામલામાં પ્રયાસરત રહે છે, જ્યારે શરીરના ઘણા ભાગોને રબર બેન્ડની મદદથી પણ મોટા કરવામાં આવે છે. હરીફાઈ પહેલા ઊંટોની તપાસ કરવામાં આવે છે અને એક્સ-રેની સાથે અન્ય ઘણા સ્ટેપ્સ પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, જે પણ આ ગેરકાયદેસર કૃત્ય કરતા પકડાય છે તેને 20 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવે છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Bizzare Stories, OMG News, Shocking news, અજબગજબ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन