પાકિસ્તાનીઓનું બીજું એક ઘૃણાસ્પદ સ્વરૂપ આવ્યુ સામે, જાણો શું કરે છે માસુમ બાળકોની હાલત

રેટ ઉંદરની ચર્ચા જોરમાં

Pakistan news: ભારતના પડોશી દેશ (Neighboring country of India) પાકિસ્તાનની (pakistan) અનેક હરકતો એવી છે કે લોહી ઉકળી જાય. આ દેશમાં પરંપરાના (country tradition) નામે મહિલાઓથી લઈને બાળકોને ત્રાસ (children harassment) આપવામાં આવે છે.

 • Share this:
  પાકિસ્તાન (Pakistan) આજકાલ વધતી મોંઘવારીના કારણે ચર્ચામાં છે. આ દેશમાં કશું સામાન્ય દેખાતું નથી. ત્યારે દેશમાં રેટ ચીલ્ડ્રેન (Rat Children) અથવા ઉંદરોની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ બાળકોને જાણીજોઈને અપંગ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમને ભીખ માંગવામાં આવે છે.

  ભારતના પડોશી દેશ પાકિસ્તાનની અનેક હરકતો એવી છે કે લોહી ઉકળી જાય. આ દેશમાં પરંપરાના નામે મહિલાઓથી લઈને બાળકોને ત્રાસ આપવામાં આવે છે. હવે આ દેશની આવી પરંપરા સોશિયલ મીડિયા(Social Media) પર શેર કરવામાં આવી રહી છે, જે લોકોને ચોંકાવી દેશે.

  અહીં કેટલાક બાળકોને જન્મ બાદ જબરદસ્તી લોખંડના માસ્ક સાથે બાંધવામાં આવે છે. આમ કરવાથી તેમના કપાળનો વિકાસ થતો અટકાવવામાં આવે છે. જ્યારે બાળકનું મોઢું ક્ષતિગ્રસ્ત થાય છે, ત્યારે તેમને પૈસા કમાવવા કરવામાં માટે મોકલવામાં આવે છે.

  આ બાળકોનું માથુ વિકૃત હોય છે. સાથે જ તેમનુ માથુ થોડુ વિચિત્ર પણ બની જાય છે. ચહેરો પણ બગડી ગયો છે. બાળકનો ચહેરો જેટલો વધુ ખરાબ તેટલુ સારું માનવામાં આવે છે. આ બાળકોને પાકિસ્તાનમાં ઉંદર કે ઉંદરના બાળકો કહેવામાં આવે છે.

  પાકિસ્તાનમાં એવું કહેવાય છે કે, ઉંદર કહેવાતા આ બાળકોને પૈસા આપવાનો ઇનકાર કરવામાં તો તેઓ ખરાબ નસીબને આમંત્રણ આપે છે. લોકો આ ડરથી બાળકોને પૈસા આપે છે. તેથી જ તે બાળકોને એવા જાણી જોઈને બનાવવામાં આવે છે. ઘણા બાળકોને પોતાના માતાપિતા દ્વારા જ ભીખ માંગાવવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

  પાકિસ્તાનમાં આવા ચહેરા સાથે જન્મેલા બાળકોને અગાઉ બીમારીને કારણે પૈસા મળતા હતા. પરંતુ હવે ઘણી ગુનાહિત ગેંગ અને કેટલાક લોભી માતાપિતા પણ જન્મ પછી તરત જ લોખંડના માસ્કથી બાંધીને તેમના સામાન્ય બાળકનો ચહેરો બરબાદ કરી નાખે છે. કેટલીક ગેંગો બાળકોનું અપહરણ પણ કરે છે અને તેમને ઉંદર બાળકો બનાવીને ભીખ મંગાવે છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પરંપરા ક્યાંથી શરૂ થઈ?

  આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

  પાકિસ્તાનમાં આ વિભત્સ પરંપરાને 17મી સદીથી હાથ ધરવામાં આવી છે. કહેવાય છે કે એ સદીમાં એક મુસ્લિમ ધાર્મિક ગુરુ હતો જે બાળકોના કપાળ પર શણગાર માટે હેલ્મેટ પહેરતા હતા. આ હેલ્મેટને તેની સંભાળ તરીકે જોવામાં આવતું હતું. તેના બદલામાં આ બાળકો તેમના માટે ભીખ માંગતા હતા. આ ધાર્મિક ગુરુ ઘણા બાંજ માતાપિતાને બાળકો માટે આશીર્વાદ આપતા હતા એ શરતે કે તેઓએ પોતાનું પહેલું બાળક દાન કરવું પડશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'

  આજના સમયમાં તમે આવા અનેક બાળકોને પાકિસ્તાનની શેરીઓમાં જોશો. જોકે, આમાંના મોટાભાગના બાળકો હવે અપહરણ અથવા માતાપિતાની લાલચને કારણે તેમના બરબાદ ચહેરા સાથે ભીખ માંગવા માટે મજબૂર છે.
  Published by:ankit patel
  First published: