ઓસ્ટ્રેલિયામાં વનસ્પતિ ખાતા ડાયનોસોરના અવશેષ મળી આવ્યા

ઓસ્ટ્રેલિયામાં વનસ્પતિ ખાતા ડાયનોસોરના અવશેષ મળી આવ્યા
પ્રતિકાત્મક તસવીર/Reuters

પુરાતત્વશાસ્ત્રીઓ આ હાડકા 95 મિલિયન વર્ષ જૂના ક્રેટેશિયસ કાળના હોવાનું માની રહ્યા છે

  • Share this:
પુરાતત્વશાસ્ત્રીઓની એક ટીમને ઓસ્ટ્રેલિયાના આઉટબેક મધ્યમાં કેટલાક હાડકા મળી આવ્યા છે, જે શાકાહારી ડાયનોસોરની પ્રજાતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંશોધનકર્તાઓને ઓસ્ટ્રેલિયાથી દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલ શહેર ક્વીસલેન્જના એરોમંગાની લાલ માટીમાંથી આ અવશેષો મળી આવ્યા છે.

પુરાતત્વશાસ્ત્રીઓ આ હાડકા 95 મિલિયન વર્ષ જૂના ક્રેટેશિયસ કાળના હોવાનું માની રહ્યા છે. એરોમંગા નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમના પુરાતત્વ વિભાગના ડિરેક્ટર રોબિન મેકેંઝીએ 9 ન્યૂઝને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા ઘણા સમયથી ગોંડવાના અને દક્ષિણ અમેરિકાથી અલગ રહ્યું છે. દેશમાં મળતા નવા ડાયનોસોરના મોટાભાગના અવશેષ વિજ્ઞાન માટે નવી બાબત હોઈ શકે છે.બ્રિટાનિકા અનુસાર પ્રાચીન કાળમાં ગોંડવાના એક સુપરરોન્ટિનેંટ હતું. જેમાં ભારત, આફ્રિકા, અરેબિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, મડાગાસ્કર અને સાઉથ અમેરિકા સામેલ હતા. 600 મિલિયન વર્ષ પહેલા સંપૂર્ણ રીતે ભેગા થયા હતા અને તૂટવાનો પહેલો સ્ટેજ 180 મિલિયન વર્ષ પહેલા શરૂ થયો હતો. મેકેંઝી અનુસાર આ પ્રજાતિ દેશમાં સૌથી ઓછી થઈ જશે. પ્રાણી સંગ્રહાલયમાં આ પ્રજાતિના હાડકાની તપાસ કરવામાં આવી રહી હોવાથી આ પ્રજાતિને અસ્તિત્વમાં આવતા ઘણો સમય લાગી શકે છે.

આ પણ વાંચો - Explained: ખાદ્યતેલના ભાવમાં ભડકા પાછળ કારણ શું, સરકાર પાસે કયા વિકલ્પો? જાણો

આ અવશેષોમાં મુખ્ય રૂપે વેર્ટબ્રે અને કરોડરજ્જૂના હાડકા છે. માત્ર 3.3 ફુટ ઊંડું ખોદકામ કર્યું હોવાથી સંશોધનકર્તાઓને આશા છે કે તેમને હાડપિંજરના અન્ય ભાગ મળશે. અવશેષો પ્રાપ્ત કરવા માટે ગયા સપ્તાહે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. 9 ન્યૂઝ અનુસાર આ ખોદકામ પૂરુ થવામાં પાંચ વર્ષ લાગી શકે છે.

હાડકાના પ્રાથમિક અવલોકન પરથી જાણવા મળ્યું છે કે તે સૌરોપોડના છે, ડિરેક્ટરે તેની ઓળખ વનસ્પતિનું સેવન કરતા ડાયનોસોર તરીકે કરી છે. બ્રિટાનિકા જણાવે છે કે સૌરોપોડ ઈતિહાસના સૌથી વિશાળ જાનવર છે. તેમની ડોક લાંબી, માથુ નાનુ અને સ્ટોકી પગ હતા. અગાઉ પણ ડાયનોસોરના અવશેષ મળી આવ્યા છે, પરંતુ તેના વિશેષ કોઈ માહિતી મેળવી શકાઈ નથી.
Published by:News18 Gujarati
First published:May 31, 2021, 18:02 pm

ટૉપ ન્યૂઝ