Home /News /eye-catcher /લગ્ને લગ્ને કુંવારો! 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ પણ ન ભરાયું આ ભાઇનું મન

લગ્ને લગ્ને કુંવારો! 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ પણ ન ભરાયું આ ભાઇનું મન

9 મહિલાઓ સાથે લગ્ન કરનાર બ્રાઝિલનો મોડલ Arthur O Urso

બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો (Arthur O Urso) ગયા વર્ષે અચાનક ચર્ચામાં આવી ગયો જ્યારે તેણે ચર્ચમાં જઈને એક સાથે 9 છોકરીઓ (Brazilian model 9 wives) સાથે લગ્ન કર્યા.

કહેવાય છે ને કે લગ્નનો લાડુ જે ખાય એ પણ પસ્તાય અને જે ન ખાય તે પણ પસ્તાય. પરંતુ આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તે વ્યક્તિએ એક-બે નહીં પરંતુ નવ વખત લાડુ ખાધા છે, પરંતુ તેનું મન હજુ ભરાયું નથી. અહેવાલ છે કે આ બ્રાઝિલિયન પુરુષ હવે 2 વધુ મહિલાઓ સાથે લગ્ન કરશે અને તેની પત્નીઓની સંખ્યા 11 સુધી વધારી દેશે.

બ્રાઝિલિયન મોડલ આર્થર ઓ ઉર્સો (Arthur O Urso) ગયા વર્ષે અચાનક ચર્ચામાં આવી ગયો જ્યારે તેણે ચર્ચમાં જઈને એક સાથે 9 છોકરીઓ સાથે લગ્ન કર્યા. ઘણા લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કર્યો હતો. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, સાઓ પાઉલોમાં (Sao Paulo) રહેતા આર્થરે સખત મહેનત કરીને પોતાનું વજન ઘટાડ્યું હતું. તે પછી તેને 9 છોકરીઓ સાથે પ્રેમ થયો અને તે તમામ સાથે આર્થરે લગ્ન કર્યા.

આ પણ વાંચો - Funny Video : બાળકોને રસ્તો પાર કરાવવામાં હેરાન થયો ભાલુ, વિડીયો જોઈ આવી જશે હસવુ!

વધુ 2 મહિલાઓ સાથે લગ્ન કરશે


તાજેતરના અહેવાલ મુજબ, તેની એક પત્ની તેને છૂટાછેડા આપી રહી છે. તેથી આર્થરે નક્કી કર્યું છે કે તે વધુ 2 મહિલાઓ સાથે લગ્ન કરશે અને પત્નીઓની કુલ સંખ્યા 10 કરશે. રિપોર્ટ અનુસાર, આર્થર અને તેની પહેલી પત્ની લુઆના એડલ્ટ મોડલ છે. તે તેના સંબંધમાં અન્ય મહિલાઓને સામેલ કરવા માંગતો હતો, પછી તેણે લગ્ન કર્યા, પરંતુ તેની એક પત્ની અગાથાને આવા સંબંધ સામે વાંધો છે. આ કારણે તે છૂટાછેડા લઈ રહી છે.

આ પણ વાંચો - Optical Illusion: ફોટામાં જોવા મળી રહ્યાં છે ઘોડા જેવા કાળા જાનવર, ધ્યાનથી જોશો તો ચોંકાવનારું સત્ય આવશે સામે

પત્નીના આ નિર્ણયથી આર્થરને દુઃખ થયું


આર્થરે જણાવ્યું કે તેની પત્ની અગાથા ઈચ્છે છે કે તેઓ સામાન્ય પતિ-પત્નીની જેમ જ એકબીજા સાથે સંબંધમાં રહે. આર્થરે આનો વિરોધ કર્યો. તેણે કહ્યું કે જ્યારે અગાથાએ અલગ થવાનો નિર્ણય કર્યો ત્યારે તે ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની દ્વારા આપવામાં આવેલા કારણથી તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આર્થરે જણાવ્યું કે તેને હંમેશા 10 પત્નીઓ જોઈતી હતી. હાલમાં તેમને એક જ પુત્રી છે. તે ઈચ્છે છે કે દરેક પત્ની તેની પાસેથી સંતાન પ્રાપ્ત કરે. તે કહે છે કે તેની પત્નીઓ તેને અને એકબીજાને પ્રેમ કરે છે, અગાથા આ એડવેન્ચર જોઈને જ સંબંધમાં જોડાઈ હતી. આર્થર અને તેની બધી પત્નીઓ સાથે રહે છે.
First published:

Tags: Brazil, Weird news