Home /News /eye-catcher /લગ્ન કર્યા છતાં એકબીજાથી 7000 કિ.મી. દૂર રહેવા મજબૂર! પાંચ વર્ષથી એકબીજાને નથી મળ્યા; કપલની અનોખી લવ સ્ટોરી

લગ્ન કર્યા છતાં એકબીજાથી 7000 કિ.મી. દૂર રહેવા મજબૂર! પાંચ વર્ષથી એકબીજાને નથી મળ્યા; કપલની અનોખી લવ સ્ટોરી

લગ્ન વખતની તસવીર

unique love story: સારા ઘણી વખત ઓલીમીને મળવા માટે નાઇજિરિયા ગઈ હતી. સારા સાથે રહેવા માટે 2017માં ઓલીમીએ યુકેના વિઝાની અરજી કરી હતી. પરંતુ તેની વિઝા અરજી બ્લોક કરી દેવામાં આવી હતી. માર્ચ 2017થી પરિણીત દંપતી એકબીજાને મળ્યા નથી. તેઓ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાથી દૂર રહેવા મજબૂર છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ લગ્ન બાદ પતિ પત્ની એકબીજાની સાથે સમય વિતાવવા માંગે છે. સુખ-દુઃખમાં એકબીજાનો સાથ દેવા ઈચ્છે છે. પણ નાઇજિરીયાના ઓલીમી શોલાગબેડ અને યુકેની સારાને સંબંધો મામલે નસીબ સાથ આપી રહ્યુ નથી. આ બંનેના લગ્ન થયાને 3 અઠવાડિયા બાદ તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. હવે બંને એકબીજાથી લગભગ 7000 કિમી દૂર રહેવા મજબૂર છે.

    ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રેમ થયા બાદ લગ્ન કર્યા


    સારા અને ઓલીમી શોલાગબેડની મુલાકાત 2015માં ઓનલાઇન પ્લેટફોર્મ ફેસબુક પર થઇ હતી. બાદમાં તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ધીરે ધીરે તેમનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો હતો. આ દરમિયાન એપ્રિલ 2016માં તેઓ એકબીજાને રૂબરૂ મળ્યા હતા. તે સમયે સારા ઓલીમીને મળવા માટે યુકેથી નાઈજીરિયા ગઈ હતી. આ મુલાકાતના ત્રણ અઠવાડિયા પછી દંપતીએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

    આ પણ વાંચોઃ  પ્રેમ અને લગ્નની કોઈ ઉંમર નથી હોતી, જાણો દુનિયાના દિગ્ગજ નેતાઓની લવ સ્ટોરી વિશે કે જેમનું દિલ 50ને પાર ધડક્યું

    લગ્નના પાંચ વર્ષ વીતી ગયા છતાં સાથે નથી રહી શકતા


    સારા ઘણી વખત ઓલીમીને મળવા માટે નાઇજિરિયા ગઈ હતી. સારા સાથે રહેવા માટે 2017માં ઓલીમીએ યુકેના વિઝાની અરજી કરી હતી. પરંતુ તેની વિઝા અરજી બ્લોક કરી દેવામાં આવી હતી. માર્ચ 2017થી પરિણીત દંપતી એકબીજાને મળ્યા નથી. તેઓ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાથી દૂર રહેવા મજબૂર છે.

    વિઝા પાછળ લાખો રૂપિયા બગાડ્યા પણ..


    સારા અને ઓલીમીએ યુકે સરકારના નિર્ણય સામે અપીલ કરવા માટે કાનૂની સલાહ પાછળ 5,000 પાઉન્ડનો ખર્ચ કર્યો છે. પરંતુ ઓલીમી હજુ પણ લાગોસ (નાઇજીરિયા)માં ફસાયેલો છે, જ્યારે સારા 4,500 માઇલથી વધુ દૂર વિગન (યુકે)માં રહે છે. સારાએ કહ્યું, હવે અમને સમજાતું નથી કે અહીંથી ક્યાં જવું. આ સહેલું નથી. અમે વોટ્સએપ, ફેસબુક અને વિડીયો કોલ તેમજ ટિકટોક દ્વારા સંપર્કમાં રહીએ છીએ.

    આ પણ વાંચોઃઅમદાવાદની યુવતીના બેઉં બગડ્યા! પ્રેમી માટે પતિને છૂટાછેડા આપ્યા ત્યાં પ્રેમી પણ ભાગી ગયો 

    વિઝા રદ થવા પાછળ આવું હતું કારણ


    સારાએ કહ્યું કે વિઝાની અરજી રિજેક્ટ થયા બાદ અમે આ નિર્ણય સામે અરજી કરવા વકીલોને ઘણી ફી ચૂકવી હતી. પરિણામે મારી પાસે નાઈજીરિયા જવા માટે પૂરતા પૈસા નહતા. ત્યારબાદ કોવિડ મહામારી આવી અને જીવન જીવવાનું સંકટ ઉભું થયું છે. સારાએ સૌથી પહેલા 2016માં ઓલીમી માટે યુકેના વિઝા માટે અરજી કરી હતી, પરંતુ આ અરજીને સારા પાસે ઓલીમીને સપોર્ટ કરવા માટે પૂરતા પૈસા ન હોવાનું કહીને ફગાવી દેવામાં આવી હતી. 2017માં વિઝા માટે ફરી અરજી કરી હતી. જેમાં અગાઉ પણ વિઝા માટે અરજી કરવામાં આવી છે કે નહીં તેવું પૂછવામાં આવ્યું હતું. જેમાં ભૂલથી ના પર ટિક કરી દેવાતા ફરી અરજી રદ થઈ ગઈ હતી. સારાએ કહ્યું કે તેણે આ નિર્ણય સામે અપીલ પણ કરી હતી. પરંતુ, તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Husband Wife Relation, Love story, Relationship

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन