તીડને ભગાડવાનો દેશી 'જુગાડ', ખૂબ વાયરલ થયો આ વીડિયો

તીડને ભગાડવાનો દેશી 'જુગાડ', ખૂબ વાયરલ થયો આ વીડિયો
દેશી જુગાડ.

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના એસ.પી. રાહુલ શ્રીવાસ્તવે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : ઉત્તર ભારતના ખેડૂતો તીડના આક્રમણને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. તીડથી પાકને બચાવવા માટે ખેડૂતોને સરકારી તંત્ર પણ સંભવિત તમામ મદદ કરી રહ્યું છે. કારણ કે તીડનો હુમલો એટલો ખતરનાક છે કે તે પોતાના રસ્તામાં આવતી તમામ વનસ્પતિને સફાચટ કરી જાય છે. આથી જ ખેડૂતોને દવાના છંટકાવની સાથે સાથે અવાજ કરે તેવા જુગાડ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. મીડિયામાં તમે થાળી, ઢોલ, ડીજી વડે લોકોને તીડ ભગાડતા જોયા હશે. આ વચ્ચે તીડને ભગાડવાના દેશી જુગાડનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના એસ.પી. રાહુલ શ્રીવાસ્તવે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને ખૂબ જોવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખેડૂતે પ્લાસ્ટિકની બોટલ, એક પતરાનું ખાલી ડબલું,એક સળીયો અને કૂલર કે ટેબલ ફેનમાં વપરાતા પાાંખીયાનો ઉપયોગ કરીને તીડને ભગાડવા માટે ગજનો જુગાડ કર્યો છે. આ જુગાડમાં વ્યક્તિએ ખેતરમાં હાજર પણ રહેવું પડતું નથી. આ ઉપરાંત આ માટે કોઈ વીજળીની પણ જરૂર રહેતી નથી.  આ વીડિયો શેર કરતા રાહુલ શ્રીવાસ્તવે ટ્વિટર પર લખ્યું છે કે, "તીડ એ શોધના જન્મદાતા છે." આ ટ્વીટ સાથે તેમણે #Jugad અને #JugadRocks હેશટેગનો ઉપયોગ કર્યો છે.

  જુગાડમાં જે વસ્તુ બનાવવામાં આવી છે તેને એરોપ્લેન જેવો દેખાવ આપવામાં આવ્યો છે. જેમાં આગળના પાંખીયા ફરતા રહે છે જેના પરિણામરૂપે પતરાના ડબલામાંથી સતત અવાજ આવતો રહે છે. આ વસ્તુ એવી રીતે બનાવવામાં આવી છે જેનાથી પવનની દીશા બદલાય તો પણ તે જાતે દીશા બદલીને અવાજ કરવાનું ચાલું જ રાખે છે. નોંધનીય છે કે અવાજ કરવાને લીધે તીડ ભાગે છે. આ ઉપરાંત તીડનો નાશ કરવા માટે તેના પર દવાનો છંટકાવ કરવામાં આવે છે.
  First published:June 02, 2020, 12:33 pm

  टॉप स्टोरीज