Home /News /eye-catcher /Cute bride video: ‘મને લહેંગો નથી પહેરવો, હું તો જીન્સમાં ફેરા ફરીશ’, દુલ્હનના લગ્નનો વિડીયો વાયરલ
Cute bride video: ‘મને લહેંગો નથી પહેરવો, હું તો જીન્સમાં ફેરા ફરીશ’, દુલ્હનના લગ્નનો વિડીયો વાયરલ
વાયરલ થઈ રહેલા વિડીયોમાં દુલ્હન પોતાના લગ્નના આઉટફિટમાં છે, પરંતુ તેણે લહેંગાને બદલે સફેદ રંગની રીપ્ડ જીન્સ પહેરી છે. (Image credit- Instagram/@WittyWedding)
Cute bride video: જે દુલ્હનનો વીડિયો ઓનલાઈન (video online) સામે આવ્યો છે, તેમાં એ રેગ્યુલર જીન્સમાં ફેરા ફરવા માગે છે. વિડીયોને witty_wedding નામના Instagram Page પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
Ajab-Gajab: આજકાલ દુલ્હનના (bride) રૂપમાં યુવતીઓના અલગ-અલગ ટ્રેન્ડ (Latest bride trends) ચાલે છે. અમુક બ્રાઇડ દુલ્હનનો લહેંગો પહેરીને પુશ-અપ્સ (Bride doing push-ups) કરતી જોવા મળે છે, તો અમુક લહેંગા નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેરેલી જોવા મળે છે. પરંતુ એક દુલ્હન એવી છે જેણે લગ્નનો લહેંગો પહેરવાની જ ના પાડી દીધી છે!
અગાઉ એક દુલ્હનનો વિડીયો વાયરલ (Viral Video On Social Media) થયો હતો, જે લગ્નના હેવી ડ્રેસથી કંટાળીને નાઇટ સૂટમાં ફેરા લેવાનું કહી રહી હતી. હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં દુલ્હન ડેનિમમાં ફેરા ફરવાનું કહેતી (Bride wants to take pheras in Denims) જોવા મળે છે. તેનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ (Viral on Internet) થઈ રહ્યો છે.
જે દુલ્હનનો વિડીયો ઓનલાઈન સામે આવ્યો છે, તેમાં એ રેગ્યુલર જીન્સમાં ફેરા ફરવા માગે છે. વિડીયોને witty_wedding નામના Instagram Page પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણો શેર થઈ રહ્યો છે અને અત્યારસુધીમાં તેને 7 લાખ લોકો જોઈ ચૂક્યા છે.
વાયરલ થઈ રહેલા વિડીયોમાં દુલ્હન પોતાના લગ્નના આઉટફિટમાં છે, પરંતુ તેણે લહેંગાને બદલે સફેદ રંગની રીપ્ડ જીન્સ પહેરી છે. જ્યારે દુલ્હનના સંબંધીઓ તેને ફેરા માટે લઈ જવા રાહ જોઈ રહ્યા હોય છે, આ દરમ્યાન દુલ્હન કહે છે કે તેને લહેંગો નથી પહેરવો અને આમ જ ફેરા માટે જવું છે. આ સાંભળીને દુલ્હનના સંબંધીઓ હસવા લાગે છે જ્યારે તેમાંથી એક તેને લઈ જવા માટે તૈયાર પણ થઈ જાય છે.
આ વીડિયોને લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 7 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ અંગે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા વિવિધ પ્રકારની કોમેન્ટ્સ આપી છે. કોઈ દુલ્હનની ક્યુટનેસ જોઈને ફિદા થઈ ગયા છે તો કોઈએ લખ્યું છે કે જો તેને જીન્સ જ પહેરવી હતી તો તેણે ટોપ પહેર્યું હોત, બ્લાઉઝ અને મેક-અપ કરવાની શું જરૂર હતી. તો એક યુઝરે એમ પણ કહ્યું કે પરંપરાને બગાડવી જોઈએ નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર