‘મેક્સિકન લાડી ને દેશી વર’, Lockdownમાં રાત્રે 8 વાગ્યે સ્પેશલ કોર્ટ ખોલાવી કરાવ્યા લગ્ન

Lockdown Marriage: જિલ્લા મેજિસ્ટ્રેટે રાત્રે પોતાની કોર્ટ ખોલાવી પ્રેમી જોડાનું લગ્ન કરાવ્યું

Lockdown Marriage: જિલ્લા મેજિસ્ટ્રેટે રાત્રે પોતાની કોર્ટ ખોલાવી પ્રેમી જોડાનું લગ્ન કરાવ્યું

 • Share this:
  રોહતકઃ દેશમાં લાગુ લૉકડાઉન (Lockown)ના કારણે અનેક લોકોના લગ્ન (Marriages) પર વિઘ્ન આવી ગયું છે. બીજી તરફ હાલમાં લોકો વિદેશ જવાથી પણ ડરી રહ્યા છે. એવા સમયે રોહતકના એક યુવકે વિદેશી યુવતી સાથે પોતાના પ્રેમને લગ્ન સુધી પહોંચાડ્યો છે. રોહતકના આ યુવકને ત્રણ વર્ષ પહેલા મેક્સિકન યુવતી સાથે ઓનલાઇન દોસ્તી થઈ હતી. હવે લૉકડાઉનમાં બંનેએ રોહતકની જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં સોમવાર રાત્રે 8 વાગ્યે લગ્નની નોંધણી કરાવી. નોંધનીય છે કે, લગ્ન લૉકડાઉન લાગુ હોવાના કારણે અટકી ગયા હતા. રોહતકમાં રહેતા નિરંજય કશ્યપે ડેપ્યૂટી કમિશ્નર આર. એસ. વર્માની ઓફિસમાં પોતાની અરજી કરી તો તેઓએ બંનેની ભાવનાઓને સમજતાં રાત્રે 8 વાગ્યે ઓફિસ ખોલાવીને બંનેના લગ્ન કરાવ્યા.

  2017માં થઈ હતી દોસ્તી

  નિરંજન અને મેક્સિકન મૂળની યુવતી ડાના જોહેરી ઓલિવેરોસ ક્રૂઝની દોસ્તી 2017માં ઓનલાઇન સ્પેનિશ લેન્ગેજનો કોર્સ કરતી વખતે થઈ હતી. નિરંજને પહેલા હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો હતો. ત્યારબાદ તેણે ઓનલાઇન લેગ્વેજ કોર્સમાં એડમિશન મેળવ્યું હતું. 2017માં તે યુવતીને મળવા મેક્સિકો પણ ગયો હતો. નવેમ્બર 2018માં યુવતી ડાના મેક્સિકોથી ટૂરિસ્ટ વિઝા પર માતા મિરિયમ ક્રૂઝ ટોરેસની સાથે રોહતક આવી હતી. તે સમયે નિરંજનના  જન્મદિવસે જ સગાઈ કરવામાં આવી હતી. પરંતુ લગ્નમાં નાગરિકતાના કારણે અડચણ ઊભી થઈ રહી હતી.


  આ પણ વાંચો, Lockdown 2.0: લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ નહીં, મહેમાનોની સંખ્યા અંગે કલેક્ટર નિર્ણય લેશે

  લૉકડાઉનના કારણે લગ્નની વિધિ અટકી

  એવામાં મંજૂરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી લૉકડાઉનના પહેલા લગ્ન પર કોઈ વાંધો ન હોય તે અંગેની પબ્લિક નોટિસ જાહેર કરી હતી. હવે લૉકડાઉનના કારણે લગ્નની વિધિ અટકી ગઈ હતી. જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટને તેની સૂચના મળી તો CM સાથે વીડિયો કોન્ફરન્સિંગ બાદ રાત્રે 8 વાગ્યે પોતાની કોર્ટ ખોલાવી અને લગ્નની નોંધણી કરાવી.

  આ પણ વાંચો, Lockdown: આ ગામમાં 22 દિવસથી જાનૈયા સાથે ફસાયો દુલ્હો, સ્કૂલમાં અપાયો આશરો
  Published by:Mrunal Bhojak
  First published: