જો તમે ઘરમાં શ્વાન પાળ્યું છે કે શ્વાન સાથે વધારે લાગણી રાખો છો તો સાવધાન થઇ જાઓ. કારણ કે વધારે પડતી શ્વાન માટેની લાગણી તમને ભારે પડી શકે છે. દુનિયાભરમાં લોકો શ્વાનને પોતાના બાળકોની જેમ સાચવે છે. લાડ પ્રેમ કરે છે. સાથે ખાય છે રમે છે ઊંઘે છે. પરંતુ પ્રાણીઓની આટલું નજીક આવવું માણસો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. અમેરિકામાં આવો જ એક કિસ્સો બન્યો છે.
શ્વાનને ચાટલું ભારે પડ્યું
અમેરિકાના વિક્સોન્સિનના રહેનારા 48 વર્ષી ગ્રેગ મોન્ટેઉફુલ પોતાના શ્વાનને ખુબ પ્રેમ કરે છે. એકવખત ગ્રેગે પોતાના શ્વાનને ચાટ્યું હતું. જે તેમના માટે જીવલેણ સાબિત થયું. ચાટતી વખતે શ્વાનના ખતરનાક બેક્ટેરિયા ગ્રેગના પેટમાં ગયા હતા. અને તે ઝડપથી શરીરમાં ફેલાયા હતા. જેના કારણે ગ્રેગના બંને પગ કાપવાનો વારો આવ્યો હતો.
શ્વાનને ખુબ જ પર્રેમ કરતા હતા ગ્રેગ
ગ્રેગની પત્નીના જણાવ્યા પ્રમાણે ગ્રેગ ડોગ્સને ખુબજ પ્રેમ કરે છે. તેમણે લગભગ આખી જિંદગી ડોગ્સ સાથે વિતાવી છે. પરંતુ તેમને આ પ્રેમ મુશ્કેલીમાં મુકી દીધો છે. પરંતુ શ્વાનને ચાટવાના કારણે તેમને ઇન્ફેક્શન થયું હતું.
શ્વાનના લાળમાંથી આવે છે બેક્ટેરિયા અને લોહીમાં પહોંચવાથી થાય છે ઇન્ફેક્શન
ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ડોગ્સના લાળથી આ પ્રકારના બેક્ટેરિયા આવે છે. આ બેક્ટેરિયા ગ્રેગના લોહીમાં પહોંચ્યા હતા. જેના કારણે ઇન્ફેક્શન થયું હતું. આમ શરીરનું બ્લડ પ્રેશ ઓછું થયું હતું. જેની સીધી અસર માથામાં પડવા લાગી હતી. ગણી વખત તેમનું બ્લડ પ્રેશર એટલું ઘટી જતું હતું કે તેમના હાથ-પગ પણ કામ કરતાં બંધ થઇ જતા હતા. જો ગ્રેગના પગ ન કાપ્યા હોત તો ઇન્ફેક્શન તેમના આખા શરીરમાં પ્રસરી જાત. એટલા માટે તેમના બંને પગ કાપવા પડ્યા હતા.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર