Home /News /eye-catcher /સરસ હતું જમવાનું! હું તો ખાઈ ગયો, ડિલિવરી બોયનો આવો જવાબ સાંભળી ગ્રાહકનો બાટલો ફાટયો

સરસ હતું જમવાનું! હું તો ખાઈ ગયો, ડિલિવરી બોયનો આવો જવાબ સાંભળી ગ્રાહકનો બાટલો ફાટયો

ડિલિવરી બોય તમારું ભોજન ઝાપટી જાય તો?

Delivery Man Ate customer Food: ફૂડ ડિલિવરી બોય અને કસ્ટમર વચ્ચેની ચેટ વાયરલ થઇ રહી છે અને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ કિસ્સામાં ગ્રાહક પોતાના ભોજનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, ત્યારે ગ્રાહકને ડિલિવરી બોયનો મેસેજ આવે છે કે, તેણે તે ફૂડનો સ્વાદ ચાખી લીધો છે અને હવે તેની ડિલિવરી નહીં થાય.

વધુ જુઓ ...
    Delivery Man Eats Customer Food: વર્તમાન સમયે ડિજિટાઈઝેશનના કારણે લોકોના ઘણા કામ સરળ થઈ ચૂક્યા છે. અત્યારે ઓનલાઈન શોપિંગ (Online shopping)નો ક્રેઝ વધ્યો છે. લોકો કપડા, પગરખા કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની સાથો સાથ હવે ફૂડ પણ ઓનલાઇન મંગાવવા લાગ્યા છે.

    ઓનલાઈન ફૂડ ડિલિવરી (online food delivery) એપ્લિકેશન્સનો ઉપયોગ કરી ગણતરીની મિનિટોમાં જ ઘરે ફૂડ મંગાવી શકાય છે. અલબત્ત આવી એપ્લિકેશન્સ ક્યારેક માથાનો દુ:ખાવો પણ બની શકે છે. તાજેતરમાં જ એક કિસ્સો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ડીલેવરી એજન્ટની હરકતે ગ્રાહકને હેરાન પરેશાન કર્યો હતો.

    શું છે આખો મામલો?

    ફૂડ ડિલિવરી બોય અને કસ્ટમર વચ્ચેની ચેટ વાયરલ થઇ રહી છે અને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ કિસ્સામાં ગ્રાહક પોતાના ભોજનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, ત્યારે ગ્રાહકને ડિલિવરી બોયનો મેસેજ આવે છે કે, તેણે તે ફૂડનો સ્વાદ ચાખી લીધો છે અને હવે તેની ડિલિવરી નહીં થાય.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લિયામ બાગનોલ નામના વ્યક્તિએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ કરી છે, જેમાં લિયામે ડિલિવરી પર્સન સાથે તેની શું વાતચીત થઈ તે પણ શેર કર્યું છે. લિયામના જણાવ્યા અનુસાર, ડિલિવરી એજન્ટે મેસેજ કરીને માફી માંગી એટલે ચેટ પર બંનેની વાતચીત શરૂ થઈ હતી. લિયામે પૂછ્યું તો ડિલિવરી એજન્ટે જવાબ આપ્યો કે, અહીંનું ખાવાનું સ્વાદિષ્ટ છે. હું તે ખાઈ લઉં એટલે તમે આ બાબતે ડિલિવરી કંપનીને રિપોર્ટ કરી શકો છો. મને પરવા નથી.



    ઈન્ટરનેટ પર આ ચેટ સામે આવ્યા બાદ હંગામો મચી ગયો છે. યૂઝર્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે, ઘણાને આ વાતનું આશ્ચર્ય થયું છે. આ સાથે જ એક યુઝરે લખ્યું કે, મારી સાથે ઓછામાં ઓછી બે વાર આવું થયું છે.

    આ પણ વાંચો: T20 World Cup: સ્કોર કેટલો થયો? પેસેન્જરની માંગ પર પાયલટે કર્યું એવું કામ, ક્રિકેટ ફેન્સનાં દિલ જીતી લીધા

    કંપનીએ ગ્રાહકની માફી માંગી

    બીજી તરફ Deliverooએ પણ લિયામના આ ટ્વીટનો જવાબ આપ્યો છે. Deliverooએ લખ્યું છે કે, આ વાત અમારા ધ્યાનમાં લાવવા બદલ આભાર. રાઇડર ઓપરેશન્સ ટીમ આની તપાસ કરવા માંગે છે, કૃપા કરીને ઘટના વિશે વધુ માહિતી માટે તમારો નંબર અમને મેસેજ કરો. આ સાથે કંપનીએ ગ્રાહકની માફી પણ માંગી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Delivery-boy, Food Delivery, અજબ ગજબ

    विज्ञापन
    विज्ञापन