Home /News /eye-catcher /OMG! 'કૂતરાએ લાયસન્સ ખાધું, ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે' કઈંક આવા છે ટ્રાફિકના નિયમો તોડનારના બહાના
OMG! 'કૂતરાએ લાયસન્સ ખાધું, ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે' કઈંક આવા છે ટ્રાફિકના નિયમો તોડનારના બહાના
પ્રતિકાત્મક તસવીર
Delhi police traffic rules: દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વિટ કરીને રાજધાનીમાં લોકોને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા માટેના બહાના વિશે પૂછ્યું છે. દિલ્હી પોલીસના ટ્વીટ પર લોકો તરફથી અનેક અવનવા બહાના સામે આવ્યા છે.
દિલ્હીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાથી થનારા દંડ અને અન્ય દંડને ટાળવા માટે કેટલાક અનોખા બહાના બનાવે છે, જેમ કે 'કૂતરાએ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખાધું', 'હું સીટબેલ્ટ પહેરી શકતી નથી કારણ કે હું ગર્ભવતી છું' અને 'ગર્લફ્રેન્ડ વેઇટ કરે છે' વગેરે. લોકોનો આ અભિગમ દિલ્હી પોલીસના (delhi poliice) ટ્વિટના જવાબમાં સામે આવ્યો છે.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે ટ્રાફિક પોલીસને (traffic police) જણાવવું કે તેણે પહેલીવાર ગુનો કર્યો છે. આ રીતે તેઓ દંડમાંથી બચી શકે છે. દિલ્હી પોલીસે ટ્વિટ કરીને આ બહાનાની જાણકારી આપી હતી
હકીકતમાં એક ટ્વિટમાં દિલ્હી પોલીસે લોકોને પૂછ્યું હતું કે તેઓ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે દંડ ટાળવા કયા પ્રકારના બહાના અજમાવે છે. દિલ્હી પોલીસે શુક્રવારે ટ્વિટ કર્યું, 'નિયમોનું ઉલ્લંઘન કર્યા પછી દંડથી બચવા માટે તમે ટ્રાફિક પોલીસને સૌથી અનોખા બહાના કયા આપ્યા છે?'
જવા દો સર નહિતર બ્રેકઅપ થઈ જશે દિલ્હી પોલીસના આ ટ્વીટના જવાબમાં સોશિયલ મીડિયા યુઝર્સે રમુજી, કાલ્પનિકથી લઈને સાંસારિક બહાના કાઢ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું, 'સર, મારી ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે. જવા દો નહીંતર બ્રેકઅપ થઈ જશે. અને આ આઈડિયા દરેક વખતે સફળ થાય છે.' અન્ય વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું, 'સર. આ પહેલી વાર છે...છોડી દો... વિશ્વાસ કરો, આગલી વખતે આવું નહીં થાય."
મોટા ભાગના બહાના પરિવાર સાથે જોડાયેલા હોય છે સૌરભ શ્યામલ નામના અન્ય એક વ્યક્તિએ લખ્યું, 'એક દિવસ જ્યારે હું હેલ્મેટ ન પહેરવા બદલ પકડાયો, ત્યારે મેં કહ્યું કે સર અમે વિદ્યાર્થીઓ છીએ અને અમારી પાસે પૈસા નથી.' એક મહિલાએ લખ્યું, 'હું પ્રેગ્નન્ટ છું, સીટ બેલ્ટ પહેરી શકતી નથી.'
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'હું મારા મિત્રનું બહાનું આપી રહ્યો છું: સર, પત્નીનું અફેર કોઈની સાથે ચાલી રહ્યું છે, અત્યારે પણ તેની સાથે જ બેઠી છે’. આ રીતે લોકોએ જુદા જુદા બહાનાઓ વિશે જણાવ્યું હતું. જ્યારે ટ્રાફિક પોલીસ અધિકારીને આ બહાનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જ્યારે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાય ત્યારે સામાન્ય રીતે પરિવાર સાથે સંબંધિત બહાના બનાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર