શું દિલ્હીથી લંડન બસમાં જઈ શકાય? આ બસમાં રોમાંચક બની રહેશે તમારી સફર
શું દિલ્હીથી લંડન બસમાં જઈ શકાય? આ બસમાં રોમાંચક બની રહેશે તમારી સફર
દિલ્હી અને લંડન વચ્ચેની આ બસની મુસાફરી 70 દિવસમાં પૂરી થાય છે
એડવેન્ચર ઓવરલેન્ડ (Adventure Overland) નામની કંપનીની બસ દિલ્હીથી લંડન (Delhi to London Bus service) વચ્ચે ચાલે છે. આ શક્ય બને છે કારણ કે આ બસ એવા રૂટ લે છે જ્યાં રસ્તા હોય છે. જાણો કેવી રીતે આ યાત્રા (Journey) પૂર્ણ થાય છે.
Delhi to London Bus service: વિશ્વમાં ઘણા લોકો ચિંતામુક્ત અને આનંદી જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ મુસાફરી (Travel) કરવા માંગે છે, વિશ્વ જોવા માંગે છે પરંતુ ક્યાંય રહેવા માંગતા નથી. આવા લોકોને ફ્લાઇટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાંબા સમય સુધી રોકાવાનું પણ પસંદ નથી કરતાં. આવા લોકો માટે બસની મુસાફરી ખૂબ જ ખાસ બની શકે છે. આ પ્રવાસ દેશના એક શહેરથી બીજા શહેરમાં નથી, પરંતુ એક દેશથી બીજા દેશમાં કરવામાં આવે છે. શું તમે જાણો છો કે (Do you know about bus journey from Delhi to London) બસ દિલ્હીથી લંડન વચ્ચે ચાલે છે?
એડવેન્ચર ઓવરલેન્ડ (Adventure Overland) નામની કંપનીની બસ દિલ્હીથી લંડન (Delhi to London Bus service) વચ્ચે ચાલે છે. તમે વિચારશો કે આ કેવી રીતે શક્ય છે! આ શક્ય બને છે કારણ કે આ બસ એવા રૂટ લે છે જ્યાં રસ્તા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આખી યાત્રા કરવા માટે 18 દેશો વચ્ચે પડે છે. 20,000 કિ.મી.ની મુસાફરી કરતી આ બસની મુસાફરી 70 દિવસમાં (70 days to cover Delhi to London bus journey)માં પૂર્ણ થાય છે.
18 દેશોમાં કરે છે પ્રવાસ
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, આ બસમાં વેકેશન માણનારા લોકોને અદ્ભુત અનુભવ થાય છે. આ રૂટ પર ઘણા સુંદર દ્રશ્યો અને પ્રવાસન સ્થળો છે જે આ સમગ્ર પ્રવાસને વધુ યાદગાર બનાવે છે. રશિયા, પોલેન્ડ, જર્મની, બેલ્જિયમ જેવા દેશો સહિત ઘણા દેશોમાં બસને રોકવામાં આવે છે. કઝાકિસ્તાન, ચીન, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડ જેવા દેશો આ પ્રવાસની મધ્યમાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર પ્રવાસનો ખર્ચ (Delhi to London bus serive fare) પ્રતિ વ્યક્તિ 15 લાખ રૂપિયા આવે છે.
ભારતથી સિંગાપોર પણ ચાલે છે બસ
બસની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન લોકોને મ્યાનમારની ખાસ પેગોડા ઇમારતો જોવા મળશે, ચેંગડુમાં વિશાળ પાંડાની એક ખાસ પ્રજાતિ જોવા મળશે. લોકો ચીનની ગ્રેટ વોલ પર હાઇકિંગ કરી શકે છે અને ઉઝબેકિસ્તાનમાં તાશ્કંદ, બુખારા જેવા ઐતિહાસિક શહેરોની પણ શોધખોળ કરી શકે છે.
યુરોપમાં પણ લોકો પ્રાગ, બ્રસેલ્સ, ફ્રેન્કફર્ટ જેવા શહેરોની મુલાકાત લઈ શકે છે. કંપનીના સ્થાપક સંજય મદન અને તુષાર અગ્રવાલે જણાવ્યું હતું કે તમામ પેપરવર્ક અને પરમિટની જવાબદારી તેઓ લઈ લે છે જેથી પ્રવાસી લોકોને આ બાબતોની ચિંતા કરવાની જરૂર ન પડે. આ કંપનીની એક બસ ભારત અને સિંગાપોર વચ્ચે પણ ચાલે છે અને 20 દિવસમાં 5 દેશોની આ યાત્રા પૂર્ણ કરે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર