નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના અલીપુરમાં કોરોના (Coronavirus)ની આડમાં બદલો લેવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલાના 42 વર્ષીય પતિને શક હતો કે તેની પત્નીનું ક હોમગાર્ડ સાથે અફેર (Love Affair) ચાલી રહ્યું છે. પતિ બદલો લેવા માંગતો હતો. તેણે બદલો લેવા માટે કોરોનાને હથિયાર બનાવ્યું અને બીજા ગામની મહિલાઓને હોમગાર્ડની સોપારી આપી દીધી. ‘લવ, સેક્સ ઔર ધોખા’ (LSD) જેવા દેખાતા આ કેસમાં પતિએ કોરોનાના નામે હોમગાર્ડ અને તેના ઘરના અન્ય ત્રણ લોકોને ઝેરનું ઇન્જેક્શન (Poisonous Injection) અપાવી દીધું.
બે મહિલાઓને કથિત પ્રેમીની હત્યાની આપી સોપારી
આ કાવતરાને અંજામ આપવા માટે 42 વર્ષના આરોપીએ બે મહિલાઓને રૂપિયા આપને આ કામ કરવા માટે તૈયાર કરી. સોપારી લેનારી મહિલાઓને પતિએ સ્વાસ્થ્યકર્મી બનાવીને 38 વર્ષીય હોમગાર્ડના પરિવારને ખતમ કરવા માટે મોકલી. મહિલાઓએ કોરોના વેક્સીનના નામે હોમગાર્ડ જવાન ઉપરાંત તેના પરિવારના ત્રણ અન્ય લોકોને ઝેરનું ઇન્જેક્શન આપી દીધું.
ચારેયની હાલત સ્થિર
ઝેરનું ઇન્જેક્શન આપ્યા બાદ ચારેયની તબિયત બગડી તો આસપાસના લોકોએ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. પોલીસે જણાવ્યું કે ચારેય પીડિતોની હાલત હવે સ્થિર છે. પોલીસ કમિશ્નર ગૌરવ શર્માએ જણાવ્યું કે CCTV ફુટેજના આધારે બે મહિલાઓની ઓળખ કરવામાં આવી, જેમની પૂછપરછમાં માસ્ટર માઇન્ડનો ખુલાસો થયો. ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પર હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો, Lockdownમાં અક્ષય કુમારને થયું સૌથી મોટું નુકસાન, એક સાથે ફસાઈ 7 ફિલ્મો
આ કાવતરાનો મુખ્ય આરોપી અલીપુરમાં વેપાર કરે છે. તેને શક હતો કે તેના વિસ્તારમાં રહેતા હોમગાર્ડ જવાનની સાથે તેની પત્નીનું અફેર ચાલી રહ્યું છે. ડીસી ગૌરવ શર્માએ જણાવ્યું કે પતિ બદલો લેવા માંગતો હતો તેથી તેણે બીજા ગામની બે મહિલાઓને સોપારી આપી. તેણે કોરોનાની દવાના નામે સમગ્ર પરિવારને ઝેરનું ઇન્જેક્શન આપવા માટે તૈયાર કરી લીધી હતી.
પ્રતીકાત્મક તસવીર
આ પણ વાંચો, BSNLનો ખૂબ સસ્તો પ્લાન! 20 રૂપિયાથી ઓછા રિચાર્જ પર ફ્રી કૉલિંગ, 1.8GB ડેટા પણ