OMG: ડોક્ટર મગજની સર્જરી કરી રહ્યા હતા, દર્દી બોલતી હતી હનુમાન ચાલિસા, જુઓ Video
OMG: ડોક્ટર મગજની સર્જરી કરી રહ્યા હતા, દર્દી બોલતી હતી હનુમાન ચાલિસા, જુઓ Video
બ્રેઈન સર્જરી સમયની તસવીર
AIIMS Doctor brain surgery watch video: સામાન્ય રીતે જ્યારે કોઈ દર્દીનું ઓપરેશન ચાલી રહ્યું હોય છે ત્યારે તેની દેખરેખ કરવા માટે લોકો પ્રાર્થના કરતા હોય છે. પરંતુ આ કેસમાં દર્દી ખુદ ઓપરેશન દરમિયાન પોતાની સલામતી માટે હનુમાન ચાલિસાનો જાપ જપે છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં એમ્પ્સના ન્યૂરો એનેસ્થેટિક ટીમે (Neuro Anaesthetic) એક મોટી સફળતા હાંસલ કરી છે. ટીમે બેભાન કર્યા વગર જ 24 વર્ષીય યુવતીની સફળ બ્રેઇન સર્જરી કરી હતી. એટલું જ નહીં સર્જરી (AIIMS Doctor brain surgery) દરમિયાન એક વીડિયો પણ ઉતાર્યો હતો. જે પાછળથી સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર વાયરલ થયો હતો. 24 વર્ષીય યુવતી પોતાની ચાલું બ્રેઈન સર્જરી વખતે હનુમાન ચાલિસા (Hanuman chalisa) વાંચતી હતી.
સામાન્ય રીતે જ્યારે કોઈ દર્દીનું ઓપરેશન ચાલી રહ્યું હોય છે ત્યારે તેની દેખરેખ કરવા માટે લોકો પ્રાર્થના કરતા હોય છે. પરંતુ આ કેસમાં દર્દી ખુદ ઓપરેશન દરમિયાન પોતાની સલામતી માટે હનુમાન ચાલિસાનો જાપ જપે છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના બીકાનેરમાં પણ આ પ્રકારનો મામલો સામે આવી ચૂક્યો છે. જ્યાં એક વ્યક્તિની બ્રેઈન ટ્યૂમરની સર્જરી થવાની હતી. બીકાનેરના ડુંગરગઢ નિવાસી 30 વર્ષના એકાઉન્ટન્ટ પહેલાથી ગભરાયેલા હતા. જ્યારે ડોક્ટરોએ તેમને બેભાન કર્યા વગર જ બ્રેઈન સર્જરી કરવાની સલાહ આપી હતી.
ડોક્ટરોની ગણી સમજાવટ બાદ તેઓ માન્યા હતા. અને તેને લોકલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું જેથી તેને શારીરિક અસહજતા અથવા દર્દ મહેસૂસ ન થાય. બાદમાં તેનું સપળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાનમાં પણ તે હનુમાન ચાલિસાનો જાપ જપતો હતો.
આ કારણથી હનુમાન ચાલિસા કારગર
મીડિયા રિપોર્ટ પ્રમાણે ડોક્ટરોએ જણાવ્યું કે આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે સર્જરી દરમિયાન બ્રેઈનનો એ ભાગ જે અવાજને નિયંત્રિત કરે છે તે ડેમેજ ન થાય. આ કારણે દર્દીનું સતત હનુમાન ચાલિસાનો જાપ જવો તેમને ખુબ જ મદદ કરે છે. ડોક્ટરોએ કહ્યું કે અમે ધ્યાનથી ઓપરેશન કર્યું જે સફળ રહ્યું અને અમે ટ્યૂમરને કાઢ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર