ગરમીના પ્રકોપથી ત્રસ્ત વ્યક્તિએ 'ભગવાનથી નારાજ' થઈને હનુમાનની ત્રણ મૂર્તિ ખંડિત કરી નાખી!

ગરમીના પ્રકોપથી ત્રસ્ત વ્યક્તિએ 'ભગવાનથી નારાજ' થઈને હનુમાનની ત્રણ મૂર્તિ ખંડિત કરી નાખી!
પ્રતીકાત્મક તસવીર

સતત વધી રહેલા તાપમાન અને વરસાદની અનિશ્ચિતતાને કારણે આરોપી ભગવાનથી નારાજ હતો. આ કારણે જ તેણે હનુમાનની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું!

 • Share this:
  નવી દિલ્હી: ચોમાસા (Monsoon)ની વિદાય બાદ હાલ દેશમાં ઉનાળો (Summer 2021) ચાલી રહ્યો છે. ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના કાકરોલા ગામ (Kakrola Village) ખાતેથી એક વ્યક્તિની હનુમાનજીની મૂર્તિઓને ખંડિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. 50 વર્ષીય મહેશ મોચી કામ કરે છે. મહેશ ભરત વિહાર જે જે કોલોની ખાતે રહે છે. સતત વધી રહેલા તાપમાન અને વરસાદની અનિશ્ચિતતાને કારણે તે ભગવાનથી નારાજ (angry with God) હતો. આ કારણે જ તેણે હનુમાનની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું!

  પૂજારીએ કાકરોલા અને ખાતે આસપાસ આવેલા ત્રણ મંદિરમાં હનુમાનની મૂર્તિને ખંડિત થયેલી જોઈ હતી. જે બાદમાં તેમણે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન મહેશે મૂર્તિઓ ખંડિત કરી હોવાનું સામે આવ્યું હતું.  આ પણ વાંચો: રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં મહિલા કૉલેજ અંજરબ્રિજ પાસે ડાન્સ કરતી યુવતીનો વીડિયો વાયરલ

  આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને સવારે ફોન આવ્યો હતો કે કાકરોલા ગામ ખાતે ત્રણ જગ્યાએ હનુમાનજીની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે." પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ બાદ મહેશની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી ભગવાનથી ખૂબ નારાજ હતો. તેના મતે દિવસેને દિવસે ગરમી વધી રહી છે. સાથે જ તેણે એવું પણ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ પણ નથી પડી રહ્યો.

  આ પણ વાંચો: વૃદ્ધાવસ્થામાં યુવાન લાગે છે આ દેશની મહિલાઓ, પાર્લરમાં ગયા વગર આ કામ કરીને રહે છે સુંદર અને યુવાન

  બનાવને પગલે સ્થાનિક નિવાસીઓ, સ્થાનિક નેતાઓ અને બજરંગ દળના કાર્યકરો એકઠા થઈ ગયા હતા અને રસ્તો જામ કરી દીધો હતો. પોલીસની સમજાવટ બાદ લોકોએ રસ્તો ખોલ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સમજાવટ બાદ તમામ લોકો રસ્તા પરથી હટ્યા હતા અને ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો.


  આ પણ વાંચો: રાજકોટ: આ ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન, દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે


  પોલીસે આ મામલે આરોપી સામે આઈપીસી કલમ 295 અને 295-A હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત મૂર્તિઓ ખંડિત કરવામાં વપરાયેલી કુહાડી પણ પોલીસ જપ્ત કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 15, 2021, 08:55 IST