Diwali ટાણે સાચવજો! ટાંકીની સેફ્ટી માણસને પડી ભારે, વાંદરાએ ઇંટ ફેંકી માથુ ફોડતા થયુ મોત

પ્રતિકાત્મક તસવીર

ajab gajab:છેલ્લા કેટલાક સમયથી ભારતના (India) ઘણા ભાગોમાં વાંદરાના (monkey attack) ત્રાસના અનેક અહેવાલો પણ સામે આવ્યા છે. આ વાંદરાઓ રસ્તા પર આવતા-જતા લોકો પર હુમલો કરે છે.

  • Share this:
    નવી દિલ્હી: નવી દિલ્હીમાં વાંદરાના આંતરનો (Monkey Attack)નો નવો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા 30 વર્ષીય મોહમ્મદ કુરબાન (Mohammad Kurban)નું વાંદરાએ કરેલા હુમલામાં મોત નીપજ્યું હતું. વાંદરાએ કુરબન પર ઘરની છત પરથી ઇંટો ફેંકી (Bricks) હતી જે તેને સીધી માથા પર વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

    ભારતના મુખ્ય માર્ગોથી લઈ શેરી-મહોલ્લામાં ઘણા પ્રાણીઓ તમને ફરતા જોવા મળશે. ગાય-ભેંસથી માંડીને શ્વાન, ડુક્કર, વાંદરા જેવા અનેક પ્રાણીઓ શેરીઓમાં ખુલ્લામાં ફરે છે. ઘણી વાર પ્રાણીઓના અકસ્માતની ધટનાઓ સામે આવતી હોય છે. અનેક માર્ગ અકસ્માતો થતા હોય છે.

    કેટલીક વાર શ્વાન લોકો પર હુમલો(Animal Attack) કરે છે. છેલ્લા કેટલાક સમયથી ભારતના ઘણા ભાગોમાં વાંદરાના ત્રાસના અનેક અહેવાલો પણ સામે આવ્યા છે. આ વાંદરાઓ રસ્તા પર આવતા-જતા લોકો પર હુમલો કરે છે. હવે આવો જ એક કિસ્સો નવી દિલ્હીથી સામે આવ્યો છે. અહીં રહેતા એક વ્યક્તિનું વાંદરાના હુમલામાં મૃત્યુ(Monkey Killed Man) થયું.

    આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

    ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ નવી દિલ્હીમાં રહેતા મોહમ્મદ કુરબાનનું વાંદરાના હુમલામાં મોત નીપજ્યું હતું. વાંદરાએ કુર્બન પર ઘરની છત પરથી એક ઇંટ ફેંકી હતી. ઈંટ કુર્બનના માથા પર સીધી અથડાઈ અને તે ત્યાં જ પડી ગયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

    જે ઘરમાંથી હુમલો કરવામાં આવ્યો હતો તે ઓમપ્રકાશ મિશ્રા નામના વ્યક્તિનું છે. તેને વાંદરાથી ઘરની છતની ટાંકીઓને બચાવવા માટે ઇંટ મૂકી હતી. વાંદરાએ ટાંકીમાંથી એ જ ઈંટ ઉપાડી અને તે માણસ પર ફેંકી દીધી.

    આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

    વાંદરાનો આંતક ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે
    વાંદરાએ આ સિવાય બીજી ઈંટ પણ ફેંકી હતી જે બાજુની છત પર પડી હતી. એવું માનવામાં આવી રહ્યુ છે કે, તે છત પર કોઈ હાજર નહોતુ. અહેવાલો અનુસાર વાંદરાએ મોહમ્મદને નિશાન બનાવ્યો ન હતો. તે ફક્ત ટાંકી પરથી ઇંટો નીચે ફેંકી રહ્યો હતો. નીચેથી પસાર થતાં ઈંટ તે વ્યક્તિના માથા પર સીધી અથડાઈ અને તે મૃત્યુ પામ્યો.

    આ પણ વાંચોઃ-સુરતઃ સાળાની પત્ની સાથે વાત કરવા મુદ્દે, સાઢુ અને સાળાનું ટોર્ચર, યુવકનો આપઘાત, બેની ધરપકડ

    આ ઘટના સેન્ટ્રલ દિલ્હીની છે. જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાં એક મોટુ બજાર છે. નજીકમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વાંદરાના હુમલાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વાંદરાઓ આક્રમક બને છે અને હુમલો કરે છે.
    Published by:ankit patel
    First published: