Home /News /eye-catcher /કોરોનાથી બચાવતી પાણીપુરી! સ્વાદ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખે છે આ ગોલ ગપ્પાવાળો, Video Viral
કોરોનાથી બચાવતી પાણીપુરી! સ્વાદ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખે છે આ ગોલ ગપ્પાવાળો, Video Viral
દિલ્હીમાં એક વ્યક્તિએ પાણીપુરીનું એવું વેન્ડિંગ મશીન બનાવ્યું છે, જે તમને કોરોનાથી દૂર રાખશે અને પાણીપુરીનો એટલો જ અદભુત સ્વાદ પણ આપશે.
(Image- YouTube/Foody vishal)
Corona Safe Golgappa: દિલ્હીમાં એક વ્યક્તિએ પાણીપુરીનું એવું વેન્ડિંગ મશીન બનાવ્યું છે, જે તમને કોરોનાથી દૂર રાખશે અને પાણીપુરીનો એટલો જ અદભુત સ્વાદ પણ આપશે
કોવિડ લોકડાઉન પૂરું થયા બાદ રસ્તા પર તમે નજર કરી હશે તો ખ્યાલ આવ્યો હશે કે લોકોના સૌથી મનપસંદ સ્ટ્રીટ ફૂડ પાણીપુરી (Golgappa lovers)ને કોરોનાનું કોઈ ગ્રહણ લાગ્યું નથી. કોરોના પછી પણ મોટાભાગના લોકો પાણીપુરી ખાવા માટે પહેલાંની જેમ જ લાઈનમાં ઊભે છે. જોકે, કેટલાંક લોકો હવે વધુ સજાગ બન્યા છે અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા બાદ સ્ટ્રીટ ફૂડ ખાવાનું ઘટાડી નાખ્યું છે. પરંતુ, જો તમારા મનપસંદ સ્ટ્રીટ ફૂડને સાફ-સફાઈ સાથે બેક્ટેરિયા ફ્રી (Corona Safe Golgappa) કરવામાં આવે તો કોરોના કાળમાં પણ તમે ગોલગપ્પાનો સ્વાદ લેવા માટે પોતાને નહીં રોકી શકો.
દિલ્હીમાં એક વ્યક્તિએ લોકોની આ લાગણીને સમજીને કોરોનાથી બચાવનારી પાણીપુરી (COVID 19 safe golgappa machine) બનાવી છે! એને તમે ભરપૂર ખાઈ શકો છો અને વાયરસથી પણ બચી શકો છો.
પાણીપુરી પ્રત્યે લોકોનો આ પ્રેમ જ છે, કે તેને લારીઓથી માંડીને હાઈફાઈ રેસ્ટોરન્ટ કે લગ્ન સમાંરભમાં પીરસવામાં આવે છે. કોરોના કાળ દરમ્યાન જ્યારે લોકોને પાણીપુરીથી દૂરી રાખવી પડી તો તેઓ ઘરે આ વાનગી બનાવવા લાગ્યા. જોકે, લારી પર ગોલગપ્પા ખાવાનો સ્વાદ જ અલગ છે. સારા સમાચાર એ છે કે એક વ્યક્તિએ પાણીપુરીનું એવું વેન્ડિંગ મશીન બનાવ્યું છે, જે તમને કોરોનાથી દૂર રાખશે અને પાણીપુરીનો એટલો જ શાનદાર સ્વાદ પણ આપશે.
દિલ્હીના એક વ્યક્તિએ આ શાનદાર મશીન બનાવ્યું છે. તે રોબોટ દ્વારા ઓપરેટ થાય છે. મશીનની વિશેષતા એ છે કે તેમાં કોઈ માનવીય ઓપરેશનની જરૂર નથી. તમે સામાન્ય રીતે અહીં આવશો અને મશીન પર QR કોડ સ્કેન કર્યા પછી તમારે ફક્ત 20 રૂપિયા ચૂકવવા પડશે. પેમેન્ટ કરતાની સાથે જ તમને વેન્ડિંગ મશીનમાંથી એક પેકેટ મળશે, જેની અંદર પાણીપુરીની પુરી અને તેનો મસાલો હશે. તેની સાથે બાયોડિગ્રેડેબલ ગ્લાસ પણ મળશે. ગ્લાસથી તમે પોતાનું મનગમતું પાણી 3 મિનિટમાં ભરી શકો છો.
" isDesktop="true" id="1158119" >
અહીં 4 પ્રકારના ફ્લેવરના પાણી મોજૂદ છે, જે સેન્સરના માધ્યમથી ગ્લાસ પાસે લઈ જવા પર નીકળશે અને ગ્લાસ નીચે કરતાં જ બંધ થઈ જશે.આ રીતે, બધી સામગ્રી લઈને તમે તમારી પાણીપુરી તૈયાર કરીને તેને નિશ્ચિંતપણે ખાઈ શકો છો.
વિડીયોને YouTube પર Food Blogger વિશાલે શેર કર્યો છે. તેને અત્યારસુધી 8 લાખ 70 હજારથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 50 હજાર લોકોએ વિડીયો લાઈક કર્યો છે. વીડિયોમાં દેખાતા વેન્ડિંગ મશીનનું હાઈજિન લેવલ લોકોને પસંદ આવ્યું છે અને આ આઈડિયાના વખાણ પણ કર્યા છે. એક યુઝરે લખ્યું કે આ સ્ટ્રીટ ફૂડને નેક્સ્ટ લેવલ પર લઈ જવાની ટેક્નોલોજી છે. AIના અદભુત યુઝથી લોકો દંગ રહી ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર