Home /News /eye-catcher /OMG: પાણી પીવા નીચે ઉતર્યા અને ટાટા સૂમો પર આવીને પડ્યો મોટો ખડક, પછી...

OMG: પાણી પીવા નીચે ઉતર્યા અને ટાટા સૂમો પર આવીને પડ્યો મોટો ખડક, પછી...

રામ રાખે એને કોણ ચાખે! ટાટા સૂમોનો કચ્ચરઘાણ વળી ગયો, મુસાફરોએ મોતને આપી હાથતાળી

રામ રાખે એને કોણ ચાખે! ટાટા સૂમોનો કચ્ચરઘાણ વળી ગયો, મુસાફરોએ મોતને આપી હાથતાળી

સુનીલ નવપ્રભાત, દેહરાદૂનઃ ચોમાસાની શરૂઆતની સાથે જ અકસ્માતના અહેવાલો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સોમવાર સવારે ઋષિકેશ-બદરીનાથ હાઇવે (Rishikesh Badrinath Highway) પર કૌડિયાલા અને વ્યાસીની વચ્ચે ખડક પડવાથી મોટી દુર્ઘટના થતા થતા માંડ ટળી ગઈ. ઋષિકેશથી મુસાફરોને લઈ દેવપ્રયાગ તરફ જઈ રહેલી એક ટાટા સૂમો પર ખડક (Rock) આવીને પડ્યો. નસીબ જોગે આ દરમિયાન ટાટા સુમોમાં સવાર તમામ લોકો પ્રાકૃતિક સ્ત્રોતથી પાણી પીવા માટે નીચે ઉતર્યા હતા. ખડક તૂટવાથી મુસાફરોએ દોડીને જીવ બચાવ્યો. દુર્ઘટનામાં ટાટા સૂમો કારનો કચ્ચરઘાણ વળી ગયો. દુર્ઘટના બાદ કલાકો સુધી બંને તરફ લાંબો ટ્રાફિકજામ રહ્યો. બાદમાં જેસીબી (JCB)ની મદદથી કાટમાળ હટાવીને રસ્તો ખોલવામાં આવ્યો.

બીજી તરફ, યમુનોત્રી હાઈવે પણ 24 કલાકથી વધુ સમયથી બંધ છે. યમુનોત્રી હાઈવે પર રાણાચટ્ટીમાં કાટકાળ આવી જવાથી રવિવા સવારે હાઈવે તૂટી ગયો હતો, જેને હજુ રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે.

અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.


આ પણ વાંચો, વેડિંગ ફોટોશૂટના ચક્કરમાં દરિયામાં વહી ગયા દુલ્હા-દુલ્હન, આવી રીતે બચ્યો જીવ

ઉત્તરાખંડમાં દર વર્ષે ચોમાસું આફત બનીને આવે છે. ચોમાસાના પ્રારંભિક વરસાદમાં સમગ્ર રાજ્યમાં 115 મોટર માર્ગ બંધ થઈ જાય છે, તો બીજી તરફ કાટમાળ આવવાથી અને લેન્ડસ્લાઇડના કારણે 10 સ્ટેટ હાઇવેનો વાહન વ્યવહાર પણ અવરોધાય છે.

આ પણ વાંચો, Kanpur Shootout: વિકાસ દુબેને પકડવા આ 4 એન્કાઉન્ટર સ્પેશલિસ્ટની લેવામાં આવી શકે છે મદદ

કોસીના તેજ વહેણમાં 3 મહિલાઓ તણાઈ ગઈ હતી : નોંધનીય છે કે, શનિવારે નૈનીતાલ (Nainital)માં કોસી (Kosi)ના તેજ વહેણમાં ત્રણ મહિલાઓ તણાઈ ગઈ હતી. ઘટના એવી છે કે ઘાસ કાપવા જઈ રહેલી આ મહિલાઓ નદીને પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેઓ એક પછી એક તેજ વહેણમાં ફસાઈ ગઈ. SDRF અને સ્થાનિક લોકો તેમની શોધખોળમાં લાગ્યા હતા. લોક નિર્માણ વિભાગ પણ એલર્ટ મોડ પર છે.
First published:

Tags: OMG, Passenger, અકસ્માત, ઉત્તરાખંડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો