કિન્નરોને સૂવાડીને નહીં, આ રીતે ઉભા કરીને કરાય છે અંતિમ સંસ્કાર

કિન્નરોનો અંતિમ સંસ્કાર

અડધી રાત્રે થાય છે કિન્નરોનો અંતિમ સંસ્કાર, કેમ નથા હોતી બહારના લોકોને જોવાની મંજૂરી

 • Share this:
  લગ્ન-પ્રસંગો કે બાળકોના જન્મની ખુશીઓ પર ઘરોમાં એકલક કિન્નરો આવી જતા જણાય છે. અને આવીને બક્ષીસ લઈને ચાલ્યા જાય છે. અને બદલામાં ખૂબ જ આશીર્વાદ આપે છે. આપણને આ કિન્નરોની દુનિયા અને વર્તનને લઈને ઘણાં બધાં સવાલો ઉદ્દભવતા હોય છે. પરંતુ ઘણી વખત તેના સાચા જવાબ નથી પણ મળી શકતા..

  કિન્નરોની દુનિયા આપણા કરતા સાવ અલગ જ હોય છે. ત્યાં સુધી કે તેમના અંતિમ સંસ્કાર વિશે પણ ઘણાં ઓછા લોકો જાણતા હશે. આવો જાણીએ કેવી રીતે થાય છે કિન્નરોના અંતિમ સંસ્કાર અને તેમના કેવા રિવાજો હોય છે?

  અડધી રાત્રે થાય છે કિન્નરોનો અંતિમ સંસ્કાર, કેમ નથા હોતી બહારના લોકોને જોવાની મંજૂરી

  માનવામાં આવે છે કે ઘણાં કિન્નરો પાસે આધ્યાત્મિક શક્તિ હોય છે. જેનાથી તેમને મોતનો આભાસ થાય છે. મોત થવાની છે, છે જાણ્યા બાદ કિન્નર ક્યાંય પમ આવા જવાનું કે ખાવાનું પણ પસંદ નથી કરતા. એ દરમિયાન તેઓ ફક્ત પાણી પીવે છે. અને ઈશ્વર પાસે પોતાના અને અન્ય કિન્નરો માટે પ્રાર્થના કરે છે કે આગળના જન્મમાં કિન્નર ન બને. આસપાસ અને દૂરના કિન્નરો મરતા કિન્નર પાસેથી આશીર્વાદ લેવા માટે આવે છે. કિન્નરોમાં માન્યતા છે કે મરણાસન્ન કિન્નરના આશીર્વાદ ઘણાં અસરકારક હોય છે.

  કિન્નર સમુદાય અનુસાર કોઈ બહારના વ્યક્તિને મરણાસન્ન કિન્નર કે કિન્નરના મોત વિશે બિલકુલ જાણ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. દેહને જ્યાં દફનાવવામાંઆવતા હોય, ત્યાં અધિકારીઓને પણ આ બાબતે રહેલાથી જ જણાવવામાં આવે છે કે જાણકારી ગુપ્ત રહે છે.

  શબયાત્રા દરમિયાન શબને ચાર ખભા પર સૂવાડીને લઈ જવાની પરંપરાથી અલગ કિન્નરોમાં શબને ઉભા કરી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે. એવી માન્યતા છે કે સામાન્ય લોકો જો મૃત કિન્નરના શરીરને પણ જોઈ લે તો મૃતક ફરી પણ કિન્નરનો જ જન્મ લે છે.

  મૃતક કિન્નરના અંતિમ સંસ્કાર સમુદાયની બહારની કોઈ વ્યક્તિ ન જોઈ શકે, તે માટે દરેક કિન્નરો ધ્યાન રાખે છે. આ જ કારણે કિન્નરોના અંતિમ સંસ્કાર રાત્રે કરવામાં આવે છે. જો તેની જાણ પણ થાય કે બહારનું કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કાક જોઈ રહ્યું છે, તો તે દર્શક માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

  કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ

  આ છે મોતનો આઈલેન્ડ, જે પણ અહીં જાય છે તે પાછો જ નથી ફરતો

   આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
  Published by:Bansari Shah
  First published: