Home /News /eye-catcher /Shocking Videos: મહિલા ટ્રક નીચે આવતા માંડ માંડ બચી, 3 સેકન્ડનો વિડીયો લાખો લોકોએ જોયો

Shocking Videos: મહિલા ટ્રક નીચે આવતા માંડ માંડ બચી, 3 સેકન્ડનો વિડીયો લાખો લોકોએ જોયો

મહિલાનો જીવ માંડ માંડ બચ્યો.

દર વર્ષે માર્ગ અકસ્માત (Road Accident)માં લાખો લોકો મોતને ભેટે છે. નાની ભૂલ પણ પોતાના માટે અથવા બીજા માટે જીવલેણ (Deadly) સાબિત થાય છે. જેથી રસ્તા પર ચાલતા સમયે અથવા રસ્તો ક્રોસ કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી છે.

    દર વર્ષે માર્ગ અકસ્માત (Road Accident)માં લાખો લોકો મોતને ભેટે છે. નાની ભૂલ પણ પોતાના માટે અથવા બીજા માટે જીવલેણ (Deadly) સાબિત થાય છે. જેથી રસ્તા પર ચાલતા સમયે અથવા રસ્તો ક્રોસ કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી છે. બેદરકારી રાખવાથી ક્યારે, કઈ જગ્યાએ, ક્યાં અને કેવી રીતે દુર્ઘટના સર્જાય તે વિશે કંઈ કહીં ના શકાય.

    અકસ્માતના કિસ્સામાં ભૂલ દર વખતે ગાડી ચલાવનારની જ હોય તે જરૂરી નથી. ઘણી વાર રસ્તે ચાલતા રાહદારીઓની લાપરવાહીને કારણે તેઓ ગાડી નીચે આવી જાય અને પોતાનો જીવ ગુમાવે છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની દુર્ઘટનાના વિડીયો ખૂબ જ વાયરલ થાય છે. હાલમાં આવો જ એક પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં મહિલા દુર્ઘટનાનો શિકાર થતા બચી જતી હોવાનું જોવા મળે છે.



    આ મહિલા દોડીને રસ્તો પાર કરવા જઈ રહી હતી. આ દરમિયાન તેનો પગ લપસી જતા તે ટ્રક નીચે આવી જાય છે. ટ્રક ડ્રાઈવર યોગ્ય સમયે બ્રેક લગાવી દે છે, જેના કારણે મહિલાનો જીવ બચી જાય છે. જો ટ્રક ડ્રાઈવરે બ્રેક ના મારી હોત તો તેનું માથું ટ્ર્કના ટાયરની નીચે આવી જ જાત.

    જુઓ આ શોકિંગ વિડીયો

    વિડીયોમાં તમે જોઈ શકો છો કે, મહિલા કેવી રીતે દોડીને રસ્તો પાર કરવાની કોશિશ કરે છે. તેનું ધ્યાન અચાનક સ્પીડથી આવતા ટ્રક પર જાય છે. આ જોઈને તે ઊભી રહેવાની કોશિશ કરે છે, પરંતુ તેનો પગ લપસી જાય છે અને તે ધડામ કરીને પડી જાય છે. જેવી તે પડે છે, ત્યારે ટ્રક પાછળનું ટાયર તેના માથા પર ચઢવાનું જ હોય છે, પણ ડ્રાઈવરે બ્રેક મારી દીધી હોવાને કારણે મહિલાનો જીવ બચી જાય છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વિડીયો શોકિંગ વિડીયો (Shocking Videos) નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘ભાગ્યશાળી મહિલા’. 3 સેકન્ડના આ વિડીયોને 7 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. 18 હજારથી વધુ લોકોએ આ વિડીયો લાઈક કર્યો છે અને અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ પણ કરી છે.
    First published:

    Tags: Social media, Truck Driver, Video viral

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો