એન્જિનિયર પતિએ માગ્યું બસનું ભાડું તો બાળકો સાથે મળીને પત્નીએ દંડા ધોઈ નાંખ્યો

News18 Gujarati
Updated: November 24, 2019, 9:53 PM IST
એન્જિનિયર પતિએ માગ્યું બસનું ભાડું તો બાળકો સાથે મળીને પત્નીએ દંડા ધોઈ નાંખ્યો
પ્રતિકાત્મક તસવીર

હરિયાણામાં કૈથલમાં એક મહિલાએ સામાન્ય બાબત ઉપર બાળકો સાથે મળીને પતિને ઢોર માર માર્યો હતો. પીડિત વ્યક્તિ વીજળી નિગમમાં જુનિયર એન્જિનિયરના પદ ઉપર ફરજ બજાવે છે.

  • Share this:
સામાન્ય રીતે પતિ પત્ની (Husband- wife) વચ્ચે તો ઝઘડા (fight) થવા સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક આ ઝઘડા એટલી હદ સુધી આગળ વધી જાય છે કે પતિ કે પત્ની ઘાયલ થઈ જાય છે. આવો જ એક ઝઘડો હરિયાણામાં (Haryana) થયો છે જે અંગે જાણીને તમને હસવું પણ આવી શકે છે.

મળતી માહિતી પ્રમાણે હરિયાણામાં કૈથલમાં એક મહિલાએ સામાન્ય બાબત ઉપર બાળકો સાથે મળીને પતિને ઢોર માર માર્યો હતો. પીડિત વ્યક્તિ વીજળી નિગમમાં જુનિયર એન્જિનિયરના (Junior Engineer) પદ ઉપર ફરજ બજાવે છે. ગંભીર રીતે ઘાયલ પતિને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-ભાઈએ સગી બહેનને બનાવી ગર્ભવતી, દોઢ વર્ષ બાદ વિદેશથી ઘરે આવેલા પતિના ઉડ્યા હોશ

પ્રાપ્ત માહિતી પ્રમાણે જુનિયર એન્જિનિયર પતિએ ઑફિસ જવા માટે પત્ની પાસે બસનું ભાડું (Bus fare) માગ્યું હતું. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ ઉપરાંગ અપશબ્દો પણ બોલાવાના શરૂ થયા હતા. પતિએ પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પુત્ર અને પુત્રીએ પણ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ-નિત્યાનંદ આશ્રમ કેસઃ DPS સ્કૂલની સંચાલિકા મંજૂલા શ્રોફની સાધ્વીઓ સાથેની તસવીર વાયરલ

ત્યારબાદ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પત્નીએ પાંસળીઓ ઉપર અને પુત્રને માથામા દંડા વડે હુમલો કરીને તેને ઘાયલ કરી દીધો હતો. દંડો વાગવાના કારણે પતિ જમની ઉપર પડ્યો હતો. ત્યારબાદ પત્ની, પુત્ર અને પુત્રીએ ત્રણે ભેગા મળીને પતિને ઢોર માર માર્યો હતો.આ પણ વાંચોઃ-સ્વામિનારાયણ સાધુ નકલી નોટો કેસ, પ્રસાદના બોક્સમાં નકલી નોટો મોકલાતી

જોકે, જેમતેમ કરીને જીવ બચાવીને તે ઘરની બહાર નીકળી ગયો હતો. પુત્રએ તેને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે (Police) પતિ, પુત્રી અને પુત્ર સામે મારપીટનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
First published: November 24, 2019, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading