પહેલીવાર આ ગામમાં ઉતર્યું હેલીકોપ્ટર, મજૂરની દીકરીની થઈ વિદાય

સતબીર પોતાના દીકરાના લગ્નને યાદગાર બનાવવા માટે હેલીકોપ્ટરથી દુલ્હનની ડોલી લાવવા માગતા હતા

News18 Gujarati
Updated: February 11, 2019, 3:33 PM IST
પહેલીવાર આ ગામમાં ઉતર્યું હેલીકોપ્ટર, મજૂરની દીકરીની થઈ વિદાય
ગરીબ ઘરની સંતોષની હેલીકોપ્ટરમાં થઈ વિદાય.
News18 Gujarati
Updated: February 11, 2019, 3:33 PM IST
સોનીપતના હસનગઢમાં ગરીબ પરિવારની દીકરી અને મિડલ ક્લાસ પરિવારના દીકરા વચ્ચે રવિવારે થયેલા લગ્ન એક યાદગાર રહી ગયા. હિસારના હાંસી વિસ્તારના રામપુરાથી વરરાજા હેલીકોપ્ટરમાં પહોંચ્યા. વરરાજાએ દહેજમાં માત્ર શુકનનો એક રૂપિયો લીધો. ફેરા અને અન્ય રિતીરિવાજ પૂરા કર્યા બાદ વરરાજા પોતાની દુલ્હનને હેલીકોપ્ટરમાં લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો. જાનમાં સામેલ લગભગ 50 લોકો કાર તથા અન્ય વાહનોમાં પહોંચ્યા.

વરરાજાના પિતા સતબીરે દૈનિક જાગરણ સાથે વાત કરતા જણાવ્યું કે, સંતોષનું મનોબળ વધશે અને તે જીવનમાં આગળ આવવા માટે વધુ મહેનત કરશે. બીજી તરફ, દુલ્હનના પિતા સતબીર સિંહ યાદવે કહ્યું કે, પહેલા હું વિચારતો હતો કે છોકરીઓ બોજ રૂપ હોય છે. પહેલા ભણાવો અને ત્યારબાદ લગ્નમાં લાખો ખર્ચ કરવો પડતો, પરંતુ એવું કંઈ જ ન થયું. દીકરીના સંબંધ માટે ધક્કા ન ખાવા પડ્યા અને લગ્નમાં દહેજ પણ ન આપવું પડ્યું. સમાજની વિચારધારા બદલાઈ રહી છે.

પ્રાચી જૈન (પાયલટ) કહે છે કે, હું લગભગ 10 વર્ષથી પાયલટ છું. શ્રીમંત પરિવારો અનેકવાર શોખના કારણે લગ્નોમાં દુલ્હનને હેલીકોપ્ટરમાં લઈને આવતા જોયા છે. હું પહેલીવાર જોઈ રહી છું કે સાધારણ પરિવારની દીકરી બીપીએલ પરિવારથી પોતાની દુલ્હનને હેલીકોપ્ટરમાં લઈને આવ્યો છે.

દુલ્હનની સાદગી ગમી ગઈ હતી

સતબીર લગભગ સવા વર્ષ પહેલા હસનગઢમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા. તે સમયે તેમની નજર ગામના મજૂર સતબીરસિંહ યાદવની દીકરી પર પડી. તે તેની સાદગીથી ખૂબ જ પ્રભાવિત થયા અને તે જ સમયે પોતાના દીકરા સંજયના લગ્ન તેની સાથે કરાવવા વિચારી લીધું હતું.

સંતોષનું કહેવું છે કે બીપીએલ પરિવારથી હોવાના કારણે તેણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તેની ડોલી હેલીકોપ્ટરથી જશે.

મુશ્કેલી હતો માર્ગ, ભૂમિ અધિગ્રહણે કર્યું સરળ

સતબીર પોતાના દીકરાના લગ્નને યાદગાર બનાવવા માટે હેલીકોપ્ટરથી દુલ્હનની ડોલી લાવવા માગતા હતા, પરંતુ તેમની પાસે માત્ર ત્રણ એકર જમીન હતી અને પારિવારિક પૃષ્ઠભૂમિ પણ સાધારણ હતી. એવામાં પૈસાની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ આ દરમિયાન તેમની હાંસીમાં નેશનલ હાઈવે પર સ્થિત અડધી એકર જમીનનું સરકારે અધિગ્રહણ કરી લીધું. તેના વળતરમાં મળેલા કેટલાક રૂપિયા ખર્ચ કરી તેઓએ દીકરાના લગ્ન યાદગાર બનાવવાનો માર્ગ શોધી લીધો.

સપનામાં પણ નહોતી વિચાર્યું કે આવી રીતે થશે મારી વિદાય

સંતોષનું કહેવું છે કે બીપીએલ પરિવારથી હોવાના કારણે તેણે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તેની ડોલી હેલીકોપ્ટરથી જશે. વિદાય તો દૂર, તેણે તો હેલીકોપ્ટરમાં બેસવા વિશે પણ ક્યારેય વિચાર્યું નહોતું, પરંતુ હવે આ હકીકતમાં ફેરવાઈ ગયું છે. તેણે જણાવ્યું કે તે પોતાની ખુશની શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. વાસ્તવમાં આ એક યાદગાર લગ્ન છે.

કાકાના દીકરાએ ભણાવી

સંતોષના માતા-પિતા મજૂરી કરીને પરિવારનો ખર્ચ ચલાવે છે. સંતોષના કાકા સ્વ. રાજમલની પત્ની ઓમપતિએ તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો સંકલ્પ લીધો. ઓમપતિએ સંતોષને ધોરણ-12 બાદ આગળ ભણવા માટે લગભગ ત્રણ વર્ષ પહેલા જયપુરમાં વીજળી વિભાગમાં નિયુક્ત પોતાના દીકરા પવનની પાસે મોકલી દીધી હતી. 21 વર્ષની સંતોષે આ વર્ષે જ બીએ પાસ કર્યું છે. બીજી તરફ, સંજય હાલમાં બીએ ફાઇનલમાં અભ્યાસ કરી રહ્યો છે.

First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...