Home /News /eye-catcher /બાથરૂમમાં ન્હાતી મમ્મીનો live video બનાવવા લાગી બાળકી, મોબાઈલ જોતા જ માતા ઉડી ગયા હોશ
બાથરૂમમાં ન્હાતી મમ્મીનો live video બનાવવા લાગી બાળકી, મોબાઈલ જોતા જ માતા ઉડી ગયા હોશ
પ્રતિકાત્મક તસવીર
viral video news: અમેરિકામાં (America) રહેનારી બ્રિઆનાએ અત્યારે સોશિયલ મીડિયા (social media) સાઈટ ટિકટોક (tiktok video) ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાની પુત્રીનો એક ફની (daughter funny case) કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.
Viral news: પેરેટિંગ કેટલું (Parenting)મુશ્કેલ કામ છે એ માત્ર માતા-પિતા જ જણાવી શકે. બાળક જ્યારે નાના હોય છે ત્યારે તેની હરકતો એવી હોય છે જેના પર માતા-પિતાને ગુસ્સાથી (mother father) વધારે પ્રેમ આવતો હોય છે. પરંતુ એક મહિલાએ પોતાની નાની બાળકી (Toddler) જોડાયેલી એક ઘટના શેર કરી હતી જેના ઉપર તમને પ્રેમતો આવશે પરંતુ હસવું પણ આવી જશે. એક બાળકીએ ભૂલથી પોતાની માતાની ન્હાતા લાઈવ (mother live video) દેખાડવાનું શરુ કરી દીધું હતું.
ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર અમેરિકામાં રહેનારી બ્રિઆનાએ અત્યારે સોશિયલ મીડિયા સાઈટ ટિકટોક ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાની પુત્રીનો એક ફની કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. તેણે જણાવ્યું કે એક દિવસ બાળકની ગેમ રમવા માટે મોબાઈલ ફોન આપીને ન્હાવા માટે ગઈ હતી. તેણે મોબાઈલ ફોનમાં એક પ્રી-સ્કૂલની લર્નિંગ ગેમ લગાવી હતી.
તેની બાળકી નાની હતી જે જાતે મોબાઈલ ચલાવી શકતી નહતી. તે જાતે અલગ અલગ બટન દબાવતી રહી હતી. જ્યારે બ્રિઆના (Brianna) બાથરૂમમાં ન્હાતી હતી ત્યાર તેની પુ્તરીએ દરવાજો ખટખટાવ્યો અને કહ્યું કે ફોનમાં કંઈ થાય છે. તેની ગેમ નથી ચાલતી.
મહિલાએ પુત્રીને બાથરૂમની અંદર બોલાવી લીધી હતી. અને ફોન કરીને સેટિંગ્સ દેખવાનું શરૂ કર્યું હતું. ત્યારે તેનું ધ્યાન નોટિફિકેશન વિન્ડો ઉપર પડ્યું તો તે જોઈને મહિલા દંગ રહી ગઈ હતી.
તેણે નોટિફિકેશન વિન્ડો પર જોયું કે બેકગ્રાઉન્ડમાં ઇન્સ્ટાગ્રામ લાઈવ (Instagram Live)ઓન છે. બેક કેમેરામાં વીડિયો શૂટ થઈ રહ્યો છે. આ જોઈને તે હડબડાઈ ગઈ. તેણે તરત જ વીડિયો બંધ કરી દીધો હતો. બ્રિઆનાના આ વીડિયો ઉપર અનેક લોકોની કમેન્ટ આવી હતી. અને ઘટનાની ટિપ્પણી પણ કરી હતી.
કેટલાક લોકોએ બાળકીની હરકત અંગે ઠહાકા મારીને હસ્યા તો કેટલાક માતા-પિતાએ પોતાની સાથે થયેલી કેટલીક આવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. એક વ્યક્તિએ બ્રિઆનાને કહ્યું કે ચાઈલ્ડ સેટિંગ એક્ટિવ કરી લેવનું જોઈએ જેનાથી જ્યારે તે બાળકીના હાથમાં ફોન આપશે.
ત્યારે તે બીજી કોઈ એપ ખોલી નહીં શકે. એક બીજી મહિલાએ જણાવ્યું કે એકવાર તેની બાળકીએ આવું જ ફેસબુકની કર્યું હતું. તે બાથટબમાં હતી ત્યારે બાળકે ભૂલથી ફેસબુક લાઈવ ઓન કરી દીધું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર