OMG! દુનિયાના આ સ્થળે પ્લેન ઉડાડતા ફફડે છે પાયલટ, નામ પડતા જ તૌબા પોકારી જાય છે!
OMG! દુનિયાના આ સ્થળે પ્લેન ઉડાડતા ફફડે છે પાયલટ, નામ પડતા જ તૌબા પોકારી જાય છે!
વિમાનની પ્રતિકાત્મક તસવીર
tibet news: પાયલટ માટે આવી ડરામણી જગ્યા એટલે તિબેટ (Tibet). ભારતના (India) આ પાડોશી દેશમાં અનેક પહાડ છે. જેથી ત્યાં પ્લેનની ઉડાન (fly plane over tibet) જોખમી છે.
હવાઈ મુસાફરી સૌથી સુરક્ષિત મુસાફરી પૈકીની એક મુસાફરી છે. પણ પ્લેન (Plane) ઉડાડવું ખૂબ મુશ્કેલ કામ છે. પ્લેનમાં સવાર કે નીચે જમીન પરના લોકોના જીવન પર ખતરો રહે છે. જેથી પાયલટ (Pilots)ને ખાસ તાલીમ આપવામાં આવે છે. તેઓને દરેક પરિસ્થિતિમાં પ્લેન ઉડાડવાનું શીખવવામાં આવે છે. જોકે, પૃથ્વી પર અમુક જગ્યા એવી પણ છે જ્યાં પ્લેન ઉડાડવાથી પાયલટ ડરે (Pilots afraid to fly plane) છે.
પાયલટ માટે આવી ડરામણી જગ્યા એટલે તિબેટ (Tibet).ભારતના આ પાડોશી દેશમાં અનેક પહાડ છે. જેથી ત્યાં પ્લેનની ઉડાન જોખમી છે. જેના કારણે એશિયામાં ટ્રાવેલ કરતી ફ્લાઇટ્સ (Flights) તેના પરથી ઊડતી નથી.
તિબેટ વિશ્વનો સૌથી ઊંચો પ્રદેશ (Plateau) છે. જેના કારણે આ વિસ્તારની ઉપરથી ફ્લાઇટ્સ ઉડાવવામાં આવતી નથી. પરંતુ પર્વતથી ડરવાનું કારણ શું? તે ફ્લાઇટ્સને કેવી રીતે અસર કરે છે? તેવા પ્રશ્નો લોકોને સતાવતા હોય છે. આ પ્રશ્નોના જવાબ અહીં આપવામાં આવ્યા છે.
રૂફ ઓફ ધ વર્લ્ડ
તિબેટમાં અનેક ઊંચા પહાડ (High Altitude Mountains) હોવાથી તેને વિશ્વની છત (Roof Of The World) ગણવામાં આવે છે. દુનિયાના બે સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) અને કે2 (K2) અહીં જ છે. આધુનિક સમયના વિમાનોનું મુખ્ય એન્જિન ફેઈલ થઈ જાય તો તેનું બીજું એન્જિન ચાલુ રહે છે. પરંતુ વિમાન બીજા એન્જિનની મદદથી વધુ ઊંચાઈ પર ઉડી શકતું નથી. તેને નીચે ઉડવું પડે તો અને કોઈ પણ પર્વત સાથે અથડાઈ શકે છે.
ક્લીન એર ટર્બ્યુલન્સ
આકાશમાં હોવાની પેટર્ન બદલાતા દબાણમાં વધ ઘટ થાય તેને ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. ટર્બ્યુલેશનને કારણે ફ્લાઇટ્સ ઘણી વાર આકાશમાં હાલકડોલક થવા લાગે છે. પરંતુ પાયલટ તેની કેબિનમાંથી ટર્બ્યુલેશનને ઓળખી જાતે જ ફ્લાઇટને નિયંત્રિત કરી શકે છે. અલબત, તિબેટનામાં આવું થતું નથી. ત્યાં એક ક્લીન એર ટર્બ્યુલન્સ (Clean Air Turbulence) હોય છે. જેને ઓળખવું મુશ્કેલ હોય છે.
ઈમરજન્સી લેન્ડિંગ
કેટલીક વખત ફ્લાઇટ્સને ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવી પડે છે. આવા કિસ્સામાં પાયલટ્સ પ્લેનને સલામત જગ્યાએ ઉતારે છે. પરંતુ તિબેટમાં આવા સલામત સ્થળો ખૂબ ઓછા છે. ભૂતાનમાં એરપોર્ટ છે. પરંતુ તે પણ ખૂબ મુશ્કેલ સ્થળે બનાવાયું છે. ત્યાં પ્લેન ઉતારવું દરેક પાયલટને ફાવે નહીં.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર