ખતરનાક માછલી જેના મોઢામાં છે 555 દાંત, બ્લેડથી પણ વધુ ધારદાર

આ માછલીનું નામ પેસિફિક લિંગકોડ છે (તસવીર- ઇન્ટરનેટ)

પેસિફિક લિંગકોડ (Pacific Lingcode) નામની માછલીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

 • Share this:
  વિશ્વમાં ઘણા પ્રકારના જીવો છે. જમીન હોય કે સમુદ્ર, પ્રાણીઓની સંખ્યા ક્યારેય ગણી શકાતી નથી. રોજ બરોજ કોઈને કોઈ જીવ સામે આવતું હોય છે. આ દિવસોમાં વૈજ્ઞાનિકો પાસે એક માછલી (fish )છે જેના દાંતના કારણે તે ચર્ચામાં છે. આ માછલીનું નામ પેસિફિક લિંગકોડ છે. આ માછલી ઉત્તર પેસિફિકમાં જોવા મળે છે. આ માછલીના મોઢામાં 555 દાંત (Dangerous fish with 555 teeth)છે, જેની ધાર બ્લેડ કરતાં વઘુ ઝડપી હોય છે. જો તમારી આંગળી આ માછલીના મોઢામાં ગઈ, તો તેનું બચવુ મુશ્કેલ છે.

  આ પહોળા મોઢાવાળી માછલીના મોઢામાં લગભગ 555 દાંત છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ માછલીના મોઢામાંથી દરરોજ લગભગ વીસ દાંત પડે છે. તેના દાંત જોઈને જ કોઈ પણ ડરી જાય.

  આ પણ વાંચો - સ્કોર્પિયો પર આકાશમાંથી પડ્યો 70 કિલોનો પત્થર! ડરી ગયા લોકો, જાણો રહસ્યમય ઘટના

  તેના દાંત એટલા તીક્ષ્ણ હોય છે કે જો કોઈ વ્યક્તિની આંગળી તેમાં આવે તો તે બહાર આવી શકશે નહીં. અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ માછલીના લગભગ વીસ દાંત દરરોજ તૂટી જાય છે.

  આ પણ વાંચો: પાકિસ્તાની પોલીસકર્મી રસ્તા પર લગાવી રહ્યાં છે બાળકોની બોલી,રૂ.50,000માં ખરીદી લો દીકરો’

  જ્યારે માછલી મોટી હોય છે, ત્યારે તેના દાંત 50 સેન્ટીમીટર સુધી હોય છે. અહેવાલો અનુસાર, માછલીના દાંત દોઢ મીટર સુધીના હોય છે. આ માછલીના દાંત મનુષ્ય જેવા નથી પરંતુ એકદમ તીક્ષ્ણ છે. તેઓ અત્યંત નાના છે. લાઇવ સાયન્સના રિપોર્ટ મુજબ આ માછલીઓના મોઢામાં બે સેટ દાંત હોય છે. વૈજ્ઞાનિકો આ માછલીનો અભ્યાસ ફક્ત તેમના દાંત માટે કરે છે.

  આ પણ વાંચો: ખુશીઓથી ભરપૂર હશે જીંદગી, જો વધતી ઉંમરે પણ કપલ રાખશે આ 5 વાતનું ઘ્યાન

  યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન લેબોરેટરીએ અભ્યાસ માટે લગભગ ૨૦ માછલીઓ પકડી છે. તેમના દાંત એટલા નાના હોય છે કે તે ખુલ્લી આંખોથી દેખાતા નથી. તેમના દાંત માટે, સંશોધકોએ ટાંકીમાં લાલ રંગ ઉમેર્યો. આ પછી માઇક્રોસ્કોપથી જોતા તેમના લાલ દાંત દેખાય છે. જે ટાંકીઓમાં આ 20 માછલીઓને રાખવામાં આવી હતી ત્યાંથી થોડા દિવસો બાદ લગભગ 10,000 દાંત કાઢવામાં આવ્યા હતા.
  Published by:Riya Upadhay
  First published: