ક્વૉરન્ટીન સેન્ટરમાં શખ્સે 'એક ચતુર નાર' પર કર્યો ધમાકેદાર ડાન્સ, લોકો જાતો જ રહી ગયા!

'એક ચતુર નાર' ગીત પર ડાન્સ કરી રહેલો વ્યક્તિ.

આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર આવા જ એક હોંશિયાર વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : એક જૂની કહેવાત છે કે વ્યક્તિની આવડત (Talent) એ સમય કે હાલતની ગુલામ નથી. કોઈ વ્યક્તિ માટે સમય ભલે અનુકૂળ ન હોય પરંતુ જો તેનામાં ટેલેન્ટ હોય તો તે રસ્તો કરી જ લેતો હોય છે. આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર આવા જ એક હોંશિયાર વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો બિહારના કટિહાર જિલ્લાના એક ક્વૉરન્ટીન સેન્ટર (Quarantine Center)નો છે.

  કટિહારના સ્વર્ગીય લક્ષ્મણ મંડલ માધ્યમિક વિદ્યાલય સૂજાપુરના ક્વૉરન્ટીન સેન્ટરમાં રસોઈનું કામ કરતા એક વ્યક્તિના ડાન્સનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં વ્યક્તિ જૂના અને ખૂબ જ પ્રસિદ્ધ ગીત 'એક ચતૂર નાર' પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોને દેવેન્દ્ર નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા આ વ્યક્તિએ લખ્યું છે કે, આ વીડિયો ક્લિપ બિહારના કટિહાર જિલ્લાના એક ક્વૉરન્ટીન સેન્ટરની છે. બિહાર લોકો બીજાથી જરા પર ઓછા ઉત્સાહિત નથી. મને આશ્ચર્ય થાય છે કે સંકટના સમયમાં પણ કોઈ વ્યક્તિ આવા અંદાજમાં જીવી શકે છે. જીવન પ્રત્યે અદભૂત રાગાત્મકતા અને જિજીવિષા બિહારની માનસ ઓળખ છે.

  આ વીડિયોને અત્યાર સુધી સેંકડો લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયો પર લોકો જોરદાર કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યૂઝરે વીડિયો પર કૉમેન્ટ કરી કે, વ્યક્તિની આવડત એ સમયની ગુલામ નથી.

  એક યૂઝરે ભોજપુરી ભાષામાં કૉમેન્ટ કરી કે સ્ટ્રેસ ભગાડવા માટે આ ખૂબ સારો રસ્તો છે, આનાથી લોકો ઝડપથી સાજા થશે.
  Published by:Vinod Zankhaliya
  First published: