4 મહિનાથી બ્રેન ડેડ મહિલાએ બાળકીને જન્મ આપી ત્રીજા દિવસે દુનિયા છોડી

News18 Gujarati
Updated: September 3, 2019, 11:50 AM IST
4 મહિનાથી બ્રેન ડેડ મહિલાએ બાળકીને જન્મ આપી ત્રીજા દિવસે દુનિયા છોડી
પ્રતીકાત્મક તસવીર

બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારની સહમિતથી મહિલાને લાઇફ સપોર્ટ સિસ્ટમથી હટાવી લેવામાં આવી

  • Share this:
ચેક રિપબ્લિક (Czech Republic)માં લગભગ 4 મહિનાથી બ્રેન ડેડ (Brain Dead) મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. 27 વર્ષની ગર્ભવતી મહિલાને આ વર્ષે એપ્રિલમાં બર્નો યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવી હતી. તેના અનેક અંગ ખરાબ થઈ ગયા બાદ મગજ પણ કામ નહોતું કરી રહ્યું. ત્યારબાદ ડૉક્ટરોએ મહિલાને બ્રેન ડેડ જાહેર કરી દીધી હતી. તેના 117 દિવસ બાદ ડૉક્ટરોએ તે મહિલાની સફળ ડિલીવરી કરાવી. જોકે, બાળકીને જન્મ આપ્યાના ત્રણ દિવસ બાદ મહિલાનું મોત થઈ ગયું.

આ બ્રેન ડેડ મહિલાએ 15 ઑગસ્ટે એક બાળકીને જન્મ આપ્યો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ડિલીવરી સીઝેરિયન સેક્શનથી કરવામાં આવી. બાળકી બિલકુલ સ્વસ્થ છે. તેનું વજન 2.13 કિલોગ્રામ અને લંબાઈ 42 સેન્ટિમીટર (16.5 ઇંચ) છે. બ્રેન ડેડ મહિલાની સફળ ડિલીવરી કરાવીને બર્નો યુનિવર્સિટી હોસ્પિટલે એક રેકોર્ડ બનાવ્યો છે.

પ્રૅગનન્સીના 34માં સપ્તાહે ડિલીવરી થઈ. (પ્રતીકાત્મક તસવીર)


આ પણ વાંચો, લિંગ પરિવર્તન કરી પુરૂષમાંથી સ્ત્રી બની, સમાનતા માટે પત્રકારત્વમાં ઝંપલાવ્યું

ડૉક્ટરોએ જણાવ્યું કે જ્યારે મહિલાને હોસ્પિટલ લાવવામાં આવી હતી ત્યારે તે 27 સપ્તાહની સગર્ભા હતી. જેથી ડૉક્ટરોએ પ્રૅગનન્સીને ચાલુ રાખવા માટે મહિલાને ઓર્ટિફિશિયલ સપોર્ટ સિસ્ટમ પર રાખી. ત્યાં સુધી કે રોજ મહિલાના પગોની મૂવમેન્ટ કરાવવામાં આવતી હતી, જેથી બાળકના વિકાસ વિશે જાણી શકાય.

પ્રૅગનન્સીના 34માં સપ્તાહમાં ડિલીવરી થઈ. બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારના લોકોની સહમિતથી મહિલાને લાઇફ સપોર્ટ સિસ્ટમથી હટાવી લેવામાં આવી. ડિલીવરીના ત્રણ દિવસ બાદ 19 ઑગસ્ટે મહિલાએ આ દુનિયા છોડી દીધી.આ પણ વાંચો, IAS Success Story: આંગણવાડીને દત્તક લઈ પર્સનલ ખર્ચથી બનાવ્યું બાળકોનું ભવિષ્ય
First published: September 3, 2019, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading