કોલકાતા. વાવાઝોડા યાસ (Cyclone Yaas)એ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિનાશ વેર્યો. ઓડિશાના ધામરા બંદર નજીક બુધવાર સવારે 9:15 કલાકે યાસ વાવાઝોડાના કારણે ભારે પવનો અને વરસાદ જોવા મળ્યો. જોકે, તે પહેલાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકાંઠના શહેરો અને ગામડામાં સમુદ્રના પાણી ફરી વળ્યાં હતા. વાવાઝોડા સામે રક્ષણ માટે રાજ્ય સરકારોએ તૈયારી કરી દીધી હતી. બચાવ કર્યા હજુ પણ ચાલુ છે. ત્યારે પશ્ચિમ બંગાળના 24 પરગણા અને હુગલી સહિતના વિસ્તારોમાં આવેલા વંટોળિયાના વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યા છે.
રુંવાડા ઊભા કરી દેતા દૃશ્યોમાં ખૂબ જ તેજીથી ફરતા વંટોળિયા જોવા મળ્યા. જેમાં તેજ હવાના સુસવાટા સાથે પાણી આકાશ તરફ ઉછળતું નજરે પડે છે. આ દૃશ્યો ચીંચુરા, બંદેલ, હુગલી અને હલીસહરના રહેવાસીઓએ કેપ્ચર કર્યા છે. હવામાન વિભાગે તોફાનને લઈને કેલેન્ડર જાહેર કર્યું છે, ત્યારે દુર્લભ ઘટનાના આ પ્રકારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જ વધુ પ્રમાણમાં ફરી રહ્યા છે.
પત્રકારો સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, વાવાઝોડાના કારણે હલીસહરમાં 40 જેટલા ઘરોને નુકસાન થયું છે. જેમાં ચાર થી પાંચ લોકો ઘાયલ થયા છે. ચુચુરામાં પણ 40 ઘરને નુકસાન થયું છે. જ્યારે પાંડુઆમાં વીજળીના કારણે 2 લોકોના મોત થયા છે.
ચક્રવાતની સૌથી વધુ અસર બાલાસોર અને ભદ્રક જિલ્લામાં થશે તેવું ઓરિસ્સાના રાહત આયુક્ત પીકે જેનાનું કહેવું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ધર્મા અને બહાનગાના દક્ષિણ તટ નજીક વાવઝોડું અથડાયું છે. ઓરિસ્સાના સંવેદનશીલ વિસ્તારના 5.80 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડી દેવાયા છે. પશ્ચિમ બંગાળ સરકારે પણ 9 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હવામાન વિભાગે મંગળવારે આગાહી કરી હતી કે વાવાઝોડા દરમિયાન હવાની ગતિ 155 -165થી લઈ 185 કિમી પ્રતિ કલાક રહેશે. ડોપલર રડાર ડેટા હવે હવાની ગતિ 130-140થી વધી 155 કિમી પ્રતિ કલાક થવાના સંકેતો આપી રહ્યા છે. ચક્રવાત યાસના લેંડફોલમાં મોડું થયું છે. સિસ્ટમની ઝડપ 15થી 16 કિમી પ્રતિ કલાકથી ઘટીને 12 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. 2AM બાદ ચક્રવાતની ઝડપ વધી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર