દશેરાના દિવસે 1 કરોડની નોટોથી દેવીનો કરાયો શ્રૃગાંર, જાણો પૂજા પછી આ રૂપિયાનું શું થયું?

News18 Gujarati
Updated: October 26, 2020, 7:52 PM IST
દશેરાના દિવસે 1 કરોડની નોટોથી દેવીનો કરાયો શ્રૃગાંર, જાણો પૂજા પછી આ રૂપિયાનું શું થયું?
માતાજીની મૂર્તિ

દેવીનો આખો શ્રૃંગાર નોટો સાથે કરવામાં આવ્યો હતો. માળાથી માંડીને ફૂલો સુધીની દરેક વસ્તુને નોટમાંથી બનાવવામાં આવી હતી. મંદિરમાં હાજર અન્ય દેવી-દેવતાઓને પણ

  • Share this:
હૈદરાબાદ : દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાણાના એક મંદિરમાં દશેરાના પ્રસંગે દેવીની મૂર્તિને એક કરોડ રૂપિયાની નોટોથી શણગારવામાં આવી હતી. તેલંગાણાના કન્યાકા પરમેશ્વરી દેવીના મંદિરમાં (Kanyaka Parameswari Goddess) આ નોંટોને ફૂલના આકારથી શણગારવામાં આવી હતી. દેવીને અર્પણ કરવા માટે આટલા મોટા પાયે નોટોના ઉપયોગને લઈને સોશ્યલ મીડિયા પર આ ખબર ખૂબ વાયરલ થઇ રહી છે.

એનડીટીવી પર પ્રકાશિત અહેવાલ મુજબ, દેવીનો આખો શ્રૃંગાર નોટો સાથે કરવામાં આવ્યો હતો. માળાથી માંડીને ફૂલો સુધીની દરેક વસ્તુને નોટમાંથી બનાવવામાં આવી હતી. મંદિરમાં હાજર અન્ય દેવી-દેવતાઓને પણ નોટોની હાર પહેરાવવામાં આવ્યો હતો.

મંદિરના ખજાનચી પી રામુના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે મંદિરમાં દેવીની પૂજા માટે ત્રણ કરોડથી વધુની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું - ગયા વર્ષે કરતાં આ વર્ષે નોટોની સંખ્યા ઓછી હતી.કોરોના વાયરસની મહામારીમાં દરમિયાન સર્જાયેલ આર્થિક તંગીના કારણે આવું બન્યું છે.

તેમણે કહ્યું કે આ નોટો સ્થાનિક સમુદાય દ્વારા પૂજા માટે આપવામાં આવે છે. આ નોટો પૂજા પૂરી થયા પછી તેમને પરત આપવામાં આવે છે. 40-50 લોકોએ આ વર્ષે દેવીના શ્રૃંગારને બનાવવા માટે પૈસા આપ્યા હતા.

નોંધનીય છે કે, દર વર્ષે દેવીની પૂજા તેમના વિવિધ સ્વરૂપોમાં રૂપમાં કરવામાં આવે છે. મંદિરમાં જે દેવીનો શ્રૃગાંર નોટોથી કરવામાં આવ્યો હતો. તેમને ધનલક્ષ્મી કહેવામાં આવે છે. ત્યારે કોરોના કાળ અને આર્થિંક તંગીના આ સમયમાં દશેરાના દિવસે પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેની પર અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

કેટલાક તેની આસ્થા સાથે જોડી રહ્યા છે. ત્યારે માતાજીના શણગાર માટે આમાં અનેક નવી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલા બધી મોટી રકમના કારણે આ મંદિરમાં લોકો પણ માતાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને ચોક્કસથી આ વીડિયોમાં જે રીતે દેખાય છે તે મુજબ માતાજીનું સુંદર શુસોભન આ નોટો દ્વારા કરવામાં આવ્યું છે.
Published by: Chaitali Shukla
First published: October 26, 2020, 7:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading