મંગળ ગ્રહમાં દેખાતી આ મહિલા છે કોણ?

શું મંગલ ગ્રહમાં જીવનનું અસ્તિત્વ છે? અત્યાર સુધી આ મુદ્દે વિવિધ મતમતાંતર હતા. પરંતુ મંગળ ગ્રહના સંશોધન માટે છોડાયેલ નાસાના ક્યુરિયોસિટી રૉવર ઉપગ્રહ દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરોએ વધુ એક જિજ્ઞાસા જગાવી છે. મંગળ ગ્રહની આ તસ્વીરમાં એક મહિલા દેખાતાં વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડ્યા છે. ફરી એક વખત મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે કે, મંગળ ગ્રહમાં પણ જીવન છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
ન્યૂયોર્ક # શું મંગલ ગ્રહમાં જીવનનું અસ્તિત્વ છે? અત્યાર સુધી આ મુદ્દે વિવિધ મતમતાંતર હતા.  પરંતુ મંગળ ગ્રહના સંશોધન માટે છોડાયેલ નાસાના ક્યુરિયોસિટી રૉવર ઉપગ્રહ દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરોએ વધુ એક જિજ્ઞાસા જગાવી છે. મંગળ ગ્રહની આ તસ્વીરમાં એક મહિલા દેખાતાં વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડ્યા છે. ફરી એક વખત મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે કે, મંગળ ગ્રહમાં પણ જીવન છે.

નાસા દ્વારા મંગળ ગ્રહ પર શોધ માટે મોકલાયેલ ક્યુરિયોસિટી રૉવર રોજ ચોંકાવનારી તસ્વીરો મોકલી રહ્યું છે. હાલમાં જ તેના દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરોમાં હાડકાઓ હોવાની વાત સામે આવી હતી. હાડકા કોઇ એલિયનના હોવાનો સંદેહ હતો. હાલ મોકલાયેલી તાજી તસ્વીરોમાં એક મહિલા જોવા મળી છે.

ક્યુરિયોસિટી રૉવર દ્રારા મોકલવામાં આવેલી આ તસ્વીરોમાં એક મહિલાના લાંબા વાળ દેખાય છે. એક વેબસાઇટે દાવો કર્યો છે કે, આ તસ્વીર મંગળગ્રહમાં જીવન હોવાના દાવાને સમર્થન આપે છે. વેબસાઇટનો દાવો છે કે તસ્વીરમાં જે આકૃતિ દેખાય રહી છે, તે કોઇ મહિલાની દેખાય છે. મહિલાના બે હાથ અને શરીર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, તો લાંબા વાળ પણ સાફ રીતે મહિલાના હોવાનો ઇશારો કરે છે.

જો કે, અત્યારે આ તસ્વીરોની વાસ્તવિક્તા શું છે, એના પર નાસા દ્વારા કઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. અને જો ક્યુરિયોસિટી રૉવર આવી જ રીતે વધુ તસ્વીરો મોકલશે, તો આ ચર્ચાને વધુ મજબૂત આધાર મળી શકે છે.
First published: