અહીં ચિકનના નામે 30 રૂપિયાની પ્લેટમાં વેચાતી હતી 'કૌઆ બિરયાની'! આવી રીતે થયો ખુલાસો

News18 Gujarati
Updated: February 4, 2020, 10:32 AM IST
અહીં ચિકનના નામે 30 રૂપિયાની પ્લેટમાં વેચાતી હતી 'કૌઆ બિરયાની'! આવી રીતે થયો ખુલાસો
પોલીસને દરોડા દરમિયાન 150 મરેલા કાગડા મળી આવ્યા. (પ્રતીકાત્મક તસવીર)

કાગડાએ ઘટી રહ્યા હોવાથી લોકોને શંકા ગઈ, દરોડામાં 150 મરેલા કાગડાં મળી આવતાં થયો ચોંકાવનારો ખુલાસો

  • Share this:
ચેન્નઈ : જો તમે અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલાની ફિલ્મ રન (Run) જોઈ હશે તો આપને તેમાં 'કૌઆ બિરયાની' (Crows Meat Biryani) વાળો સીન ચોક્કસ યાદ હશે. આ સીનમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક્ટર વિજય રાજને રસ્તાના કિનારે રેકડીવાળો ચિકન બિરયાનીના નામે 'કૌઆ બિરયાની' ખવડાવી દે છે. તમિલનાડુના રામેશ્વરમમાં આવો જ મામલો સામે આવ્યો છે.

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, રામેશ્વરમમાં રસ્તા કિનારે લાગતી રેકડી પર જ્યારે ખાદ્ય વિભાગે દરોડો પાડ્યો તો તેમના હોશ ઉડી ગયા. રેકડી પર સસ્તા ભાવમાં લોકોને જે ચિકન બિરયાની ખવડાવામાં આવી રહી હતી તે હકીકતમાં કાગડાનું માંસ હતું. મળતી માહિતી મુજબ અહીં 30 રૂપિયામાં ચિકન બિરયાનીના નામે 'કૌઆ બિરયાની' વેચવામાં આવી રહી હતી.

શું છે સમગ્ર મામલો?

મૂળે જે રેકડી પર દરોડો પાડવામાં આવ્યો તે રામેશ્વરમ મંદિરની પાસે છે. અહીં શ્રદ્ધાળુઓને રેકડી પર કૌઆ બિરયાની વેચવાની શંકા થઈ, કારણ કે શ્રદ્ધાળુઓ અહીં કાગડાઓને દાણા નાખતા હતા, પરંતુ કેટલાક દિવસોથી અનેક કાગળા મરેલા જોવા મળતા હતા. એક શ્રદ્ધાળુએ તેની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ખાદ્ય વિભાગના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી.

પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કર્યા 150 મરેલા કાગડા

પોલીસે રેકડી પર દરોડો પાડ્યો અને ત્યાંથી 150 મરેલા કાગડા જપ્ત કર્યા. પોલીસે રેકડી ચલાવનારા શખ્સ અને તેના હેલ્પરની ધરપકડ કરી લીધી. પૂછપરછમાં આ બંનેએ ચોંકાવનારો ખુલાસો કર્યો.
ચોખામાં ઝેર ભેળવીને રસ્તા પર ફેલાવી દેતા હતા. તેને ખાઈને કાગડા મરી જતા હતા, પછી તે મરેલા કાગડાઓને નાના દુકાનદારોને વેચી દેવામાં આવતા હતા. (પ્રતીકાત્મક તસવીર)


આવી રીતે ચાલી રહ્યો હતો ધંધો

રેકડીવાળાએ જણાવ્યું કે, આ ધંધા સાથે બીજા લોકો પણ જોડાયેલા છે. પહેલા આ લોકો ચોખામાં ઝેર ભેળવીને રસ્તા પર ફેલાવી દેતા હતા. તેને ખાઈને કાગડા મરી જતા હતા, પછી તે મરેલા કાગડાઓને નાના દુકાનદારોને વેચી દેવામાં આવતા હતા. દુકાનદાર આ કાગડાનું માંસ ચિકન બિરયાનીના નામે વેચતા હતા. રેકડી પર ખૂબ જ સસ્તા ભાગે કાગડાના પગની લૉલીપૉપ વેચવામાં આવતી હતી. ઓછા ભાવના કારણે અહીં ગ્રાહકોની ભીડ પણ એકત્ર થતી હતી.

જોકે, આ પહેલી ઘટના નથી જ્યારે કૌઆ બિરયાનીનો મામલો સામે આવ્યો હોય. આ પહેલા દિલ્હી અને કોલકાતમાં કાગડા અને કૂતરાની બિરયાનીનો મામલો સામે આવી ચૂક્યો છે. બીજી તરફ ચેન્નઈમાં વર્ષ 2018માં ખાદ્ય વિભાગે એક રેકડી પર દરોડો પાડીને કૂતરા-બિલાડીનું માંસ વેચનારની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો, કોરોનાવાયરસ: ચીને માત્ર 8 દિવસમાં તૈયાર કરી 1000 બેડવાળી હૉસ્પિટલ


First published: February 4, 2020, 10:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading