દિલ્હીમાં તકનો લાભ લઈ ટોળાએ ફળના વેપારી પાસેથી લૂંટી હજારો કેરી, જુઓ VIDEO

News18 Gujarati
Updated: May 22, 2020, 3:52 PM IST
દિલ્હીમાં તકનો લાભ લઈ ટોળાએ ફળના વેપારી પાસેથી લૂંટી હજારો કેરી, જુઓ VIDEO
ફળના વેપારી અને રિક્ષા ચાલકો વચ્ચે ઝઘડા ચાલતો હતો ત્યારે જ ટોળાએ કેરી પર કર્યા હાથ સાફ

ફળના વેપારી અને રિક્ષા ચાલકો વચ્ચે ઝઘડા ચાલતો હતો ત્યારે જ ટોળાએ કેરી પર કર્યા હાથ સાફ

  • Share this:
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કેરી લૂંટવાનો (Mango Looted) એક વીડિયો ખૂબ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ વીડિયો દિલ્હીના શાહરા જિલ્લા (Shahdra, Delhi)ના જગતપુરી વિસ્તારના એક માર્કેટનો છે. આ વીડિયોમાં કેટલાક લોકો બંને હાથોમાં કેરી લઈને ભાગતા જોવા મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ફળના વેપારી અને કેટલાક રિક્ષાવાળાઓ વચ્ચે ઝાડ નીચે છાંયામાં ઊભા રહવાને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ છોટે નામનો ફળવાળો પોતાની ફળોની લારી આગળ લઈ ગયો પરંતુ બે ફળોની પેટી ત્યાં જ રહી ગઈ. ફળનો વેપારી જેઓ ત્યાંથી દૂર ગયો કે ડઝનબંધ રસ્તે જતા લોકો, ઓટો ચાલક અને બસોમાં મુસાફરી કરી રહેલા લોકોએ ઉતરીને કેરી લૂંટી લીધી એન ત્યાંથી ભાગી ગયા.

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સ્કૂટર, મોટરસાઇકલ ચલાવનારા લોકોએ પોતાની હેલ્મેટમાં પણ કેરી ભરી લીધી. કેટલાક લોકોએ તો પોતાના ઓળખીતાઓને પણ આ લૂંટમાં ભાગીદાર બનવા માટે બોલાવી દીધા.


આ પણ વાંચો, આ પરિવારની ઊંઘ થઈ હરામ, 7 દિવસમાં ઘરમાં 123 કૉબ્રાએ આપ્યા દર્શન!

પોલીસ ફરિયાદ નથી થઈ


આ મામલામાં વીડિયો પોલીસના ધ્યાનમાં આવ્યો છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ફળના વેપારી તરફથી પોલીસને કોઈ ફરિયાદ નથી કરવામાં આવી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.આ પણ વાંચો, રશિયામાં ફરી જોવા મળ્યો ‘ભેદી પ્રકાશ’, લોકોને એલિયન હોવાની આશંકા

વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ


એક પ્રત્યક્ષદર્શી દ્વારા આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો જેમાં લોકોએ મફતમાં થતી લૂંટને જોઈ. વીડિયોમાં સ્પષ્ટ દેખય છે કે લૂંટની આ ઘટનાથી વિસ્તારમાં ટ્રાફિકજામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

આ પણ વાંચો, સૈનિકોએ પોલીસ માટે મોકલી મીઠાઈ, આર્મી અધિકારીએ કહ્યું- અમને તમારી પર ગર્વ છે
First published: May 22, 2020, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading