Home /News /eye-catcher /Video: પેટ્રોલ પંપ ઉપર કર્મચારીઓ વાતોમાં હતા મશગૂલ, અચાનક આવ્યો સાત ફૂટ લાંબો મગર, મચ્યો હડકંપ
Video: પેટ્રોલ પંપ ઉપર કર્મચારીઓ વાતોમાં હતા મશગૂલ, અચાનક આવ્યો સાત ફૂટ લાંબો મગર, મચ્યો હડકંપ
મગરના વાયરલ વીડિયો પરથી તસવીર
crorodile comes at petrol pumps: પેટ્રોલ પંપ ઉપર મગરને જોતા જ પેટ્રોલ અને ડીઝલ પુરાવવા આવેલા વાહન ચાલકોમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે પંપના કર્મચારીઓ પણ ડરી ગયા હતા. લોકોએ આ અંગની જાણકારી વન વિભાગને આપી હતી.
લતિલપુરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh news) લલિતપુર જિલ્લામાં (Lalitpur) સતત ચાર દિવસથી વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના (Heavy rain in uttar pradesh) કારણે નદી-નાળામાં પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે એક અજીબો ગરીબ નજારો (Strangely poor scene) સામે આવ્યો હતો. જ્યારે એક મગર (crocodile) રસ્તા ઉપર થઈને પેટ્રોલ પંપ (Petrol pump) ઉપર પહોંચ્યો હતો. જેનાથી અહીં હડકંપ મચી ગયો હતો. સૂચના મળ્યા બાદ વન વિભાગની ટીમે (forest team) ભારે જહેમત બાદ પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી દીધો હતો.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના લલિતપુરના જખૌરા વન વિસ્તાર અંતર્ગત રાજઘાટ માર્ગ ઉપર સ્થિત ગ્રામ લાગૈન સ્થિ એક પેટ્રોલ પંપ ઉપર બપોરના સમયે સાત ફૂટનો લાંબો મગર અચાનક આવી ચડ્યો હતો.
પેટ્રોલ પંપ ઉપર મગરને જોતા જ પેટ્રોલ અને ડીઝલ પુરાવવા આવેલા વાહન ચાલકોમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે પંપના કર્મચારીઓ પણ ડરી ગયા હતા. લોકોએ આ અંગની જાણકારી વન વિભાગને આપી હતી.
ત્યારબાદ વન કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને મગરને ભારે જહેમત બાદ પકડી પાડ્યો હતો. તેને બે દોરડા અને દંડાથી બાંધીને જખૌરા પાસે આવેલી ખેડર નદીમાં છોડી દીધો હતો. જખૌરા વન ક્ષેત્રના રેન્જર રવિન્દ્ર કુમાર શુક્લાના જણાવ્યા પ્રમાણે વરસાદના સમયમાં બેતવા નદીમાંથી મગરો નાળાના રસ્તે ગામમાં આવી જાય છે. મગરને સુરક્ષિત છોડવામાં આવ્યો છે.
" isDesktop="true" id="1121163" >
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ વરસાદના માહોલમાં જ્યારે ભારે વરસાદ પડે છે અને વડોદરામાંથી પસાર થતી નદી બંને કાંઠે વહેતી થાય છે ત્યારે વિશ્વમૈત્રી નદીમાં પણ મગરો વડોદરા શહેરમાં આવી જતાં હોવાની ઘટનાઓ બનતી રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર