Viral Video: નદીમાં આરામથી તરતો હતો માણસ, કાળ બનીને પાછળ દોડ્યો મગર!

બ્રાઝીલમાં મગરના હુમલાનો વીડિયો

નદીમાં કુદરતના ખોળામાં (Swimming in river) તરવું કોને નથી ગમતું ? જોકે આ કામમાં જોખમ ઓછુ નથી. નદીમાં તરતા આવા જ વ્યક્તિનો વીડિયો(Man and crocodile viral video) હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિ નદીમાં આરામથી તરતો હતો ત્યારે દૂરથી મગરે (Man chased by crocodile video) તેને જોયો અને તેની પાછળ આવ્યો હતો.

  • Share this:
કોઈ પણ તરવૈયા (Swimming in river) માટે સૌથી ખરાબ સપનુ હશે કે કોઈ ભયંકર જળચર પ્રાણી દોડાવે. બ્રાઝિલના એક તળાવમાં પણ જ્યારે એક તરવૈયા (Man and crocodile viral video) આરામથી તરતો હતો ત્યારે તેની સાથે ખરાબ અકસ્માત થયો હતો. તરવૈયા આગળ વધી રહ્યો હતો ત્યારે પાછળથી મગર તેની પાછળ દોડ્યો હતો. ભયંકર મગરને તેની તરફ આવતા જોઈને તરવૈયાનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

આ ઘટના બ્રાઝિલના લાગો દા અમોરમાં બની હતી. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. જોકે અહીં તરતા પહેલા પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવે છે, પરંતુ કેટલાક પ્રવાસીઓ કાયદા અને નિયમોનો ભંગ કરે છે.

અને તળાવના પાણીમાં પ્રવેશ કરે છે અને આવા અકસ્માતો થાય છે. અહીં સાંજે એક તરવૈયો નદીમાં તરતો હતો અને કિનારા તરફ જઈ રહ્યો હતો ત્યારે મગરની નજર તેની સામે ગઈ હતી અને ભયના કારણે તેની હાલત ખરાબ હતી.

આ પણ વાંચો:-દિલ્હીથી જયપુર ફરવા આવી યુવતી, એક વ્યક્તિએ કરી દીધી હત્યા, પોલીસે 1500 KM પીછો કરી આરોપી પકડ્યો

મગરે તરવૈયાને દોડાવ્યો
તળાવમાં આ ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનાને વિલિયન કેટાનો (Willian Caetano) નામના વ્યક્તિએ તેના મોબાઇલ ફોનમાં કેદ કરી હતી. આ વ્યક્તિ તળાવના પાણીમાં પ્રવેશ્યો કે તરત જ નદીના બીજા છેડે મગર તેની તરફ આગળ વધવા લાગ્યો. તરવૈયાએ તેની બધી જ શક્તિથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.



જ્યારે મગર તેની તરફ બમણી ઝડપથી આગળ વધી રહ્યો હતો. તરવૈયાના દસ લાખ પ્રયત્નો પછી પણ મગરે તેના હાથ પર બચકું ભર્યુ હતુ, જોકે મગરના હુમલા(crocodile attack)માં  તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તે માણસનો હાથ લોહીથી લથબથ હતો, અને ઘણો જ ડરેલો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ચાલુ કારમાં સળગેલા ફટાકડા ફેંકનારા ઝડપાયા, મહેશ માવાણી અને સોહીલ શેખને નાસ્તો કરવા ગયાને મસ્તી સુજી?

સોશિયલ મીડિયા પર લોકો સ્તબ્ધ
જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે એક ઝટકામાં વાયરલ થયો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 1,97,000 વખત જોવામાં આવ્યો છે. તેને 7800થી વધુ લાઇક્સ મળી છે અને તેને 1400થી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પોલીસે મહિલાને પકડી, કારસ્તાન એવું કે પુરુષો પણ શરમાય, હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

સ્થાનિક અહેવાલો અનુસાર, ઇજાગ્રસ્ત વ્યક્તિને ઇમરજન્સી કેર સર્વિસમાં બોલાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તેની ઈજાને ડોકટરો દ્વારા ગંભીર માનવામાં નથી આવી.
Published by:Riya Upadhay
First published: