Home /News /eye-catcher /Omg! આજીવન કેદના હત્યારા સાથે પ્રેમ કરી રહી હતી જજ, કેમેરામાં કેદ થયો રોમાંસ
Omg! આજીવન કેદના હત્યારા સાથે પ્રેમ કરી રહી હતી જજ, કેમેરામાં કેદ થયો રોમાંસ
Omg! આજીવન કેદના હત્યારા સાથે પ્રેમ કરી રહી હતી જજ, કેમેરામાં કેદ થયો રોમાંસ
મહિલા ન્યાયાધીશ (Criminal judge Mariel Suarez) આજીવન કેદની સજા ભોગવી રહેલા ગુનેગારના પ્રેમમાં એટલી ઘેલી હતી કે તે પોતાના પદની ગરિમા ભૂલી તેને કિસ (kissing video) કરી બેઠી હતી. જ્યારે વીડિયો (Viral Video) લીક થયો ત્યારે તેમણે આ ઘટનાની સ્પષ્ટતા પણ કરી હતી.
જેલમાં ખૂની (Killer)ને ચુંબન કરતી એક મહિલાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા ન્યાયાધીશ તે જ પેનલનો ભાગ હતી જેમાં હત્યારાને સજા ફટકારવામાં આવી હતી. જોકે ન્યાયાધીશે (judge) હત્યારાની સજાનો વિરોધ કર્યો હતો.
આ ઈવેન્ટ આર્જેન્ટિના (Argentina)નો છે. જ્યાં હત્યાના ગુનામાં જેલમાં બંધ ક્રિસ્ટિયન બસ્ટોસ (Cristian Bustos) સાથે ક્રિમિનલ જજ મારિયલ સુઆરેઝ (Criminal judge Mariel Suarez)નો લિપ-લોક વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ જજ મરિયાએલે તેને ઔપચારિક બેઠક ગણાવી અને વીડિયોમાં કેમેરાના ખોટા એંગલને ટાંક્યો હતો.
ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ જજ મરિયલે દલીલ કરી હતી કે હત્યારા ક્રિસ્ટિયન બાસ્ટોલ્સને આજીવન કેદની સજા ના ફટકારવા તર્ક રજૂ કર્યો હતો. હવે તે જ ગુનેગાર સાથે જેલમાં કિસિંગ વીડિયો સામે આવ્યા બાદ મારિયલ કહે છે કે તે ક્રિસ્ટિયન પર એક પુસ્તક લખી રહી છે જેના પર તે વાત કરવા માટે જેલમાં ગઈ હતી. વીડિયો એ જ મીટિંગનો છે.
ન્યાયાધીશે મોંઘા પડ્યો ગુનેગાર સાથેનો સંબંધ હત્યારા સાથેના રોમાંસ પર મારિયમના સંબંધોની તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવીમાં કેદ થયેલા વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જજ મારિયલ કેમેરા તરફ પીઠ રાખીને ગુનેગાર ક્રિસ્ટિયલ તરફ ઝૂકેલા જોવા મળે છે.
પોતાના ખુલાસામાં તેમણે કહ્યું હતું કે તે ક્રિસ્ટિયનની એટલી નજીક ગઈ હતી કે તે તેની વાતચીતની ગુપ્તતા જાળવી રાખી શકે જેથી ત્યાંના લોકો તેની વાત સાંભળી ન શકે. તેમની સામે ચાલી રહેલી તપાસમાં કેટલું કામ થશે તે જોવા માટે આ દલીલ યોગ્ય રહેશે.
બે હત્યાનો ગુનેગાર ક્રિસ્ટિયન બસ્ટોસ બે હત્યાનો ગુનેગાર છે અને તેના પુત્ર અને પોલીસ અધિકારીની હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો છે. તાજેતરમાં જ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તે તેના સાવકા પુત્રની હત્યાના કેસમાં વોન્ટેડ હતો. પોલીસ કર્મીને ક્રિસ્ટિયન દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેને પોલીસે પકડ્યો હતો. આર્જેન્ટીનાની ન્યૂઝ વેબસાઈટ ટોડો નોટિસિયાસ (Todo Noticias) સાથે વાત કરતાં મારિયલ સુઆરેઝે કહ્યું હતું કે, "આ વ્યક્તિ સાથે મારો કોઈ ભાવનાત્મક સંબંધ નથી. હું તેના પર એક પુસ્તક લખી રહી છું. અમારો ફક્ત કાર્યકારી સંબંધ છે (Working relationship).
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર