OMG: ફેસબુક ઉપર યુવતીએ બ્લોક કર્યો તો મિત્રની કરી હત્યા

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના અજય દુબે મર્ડર કેસની ગુત્થી પોલીસે સુલજાવી દીધી છે. પોલીસે હત્યાના આરોપીને પકડી લીધો છે.

News18 Gujarati
Updated: January 11, 2019, 2:38 PM IST
OMG: ફેસબુક ઉપર યુવતીએ બ્લોક કર્યો તો મિત્રની કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 11, 2019, 2:38 PM IST
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના અજય દુબે મર્ડર કેસની ગુત્થી પોલીસે સુલજાવી દીધી છે. પોલીસે હત્યાના આરોપીને પકડી લીધો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક યુવતી મૃતકની ફેસબુક ફ્રેન્ડ હતી. જેણે આરોપી યુવકને ફેસબુક ઉપર બ્લોક કર્યો હતો. આરોપીએ એક દોસ્ત થકી અજયને મળવા માટે બોલાવ્યો હતો અને એ સમયે તેને ચપ્પુ મારીને હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત 6 જાન્યુઆરીએ ભોપાલના પ્રભાત ચાર રસ્તા ઉપર આ ઘટના ઘટી હતી. ખુરઇનો રહેારો વિદ્યાર્થી અજય દુબે ભોપાલના બીમાકુંજ વિસ્તારમાં પોતાના દોસ્ત યશ સાથે રહેતો હતો. બીએનો અભ્યાસ કરતો હતો સાથે સાથે સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે પરીક્ષની તૈયારી કરતો હતો. યશનો એક મિત્ર રિતેશ ઠાકુર પણ હતો. આ કારણે અજય અને રિતેશ એકબીજાને ઓળખતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક દિવસ પહેલા રિતેશને ફેસબુક ઉપર અજય દુબેની ફ્રેન્ડ ખુરઇની રહેનારી એક યુવતીનું પ્રોફાઇલ જોયું અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવતી તેની ફ્રેન્ડ બની ગઇ હતી. પરંતુ રિતેશ તેને અયોગ્ય મેસેજ મોકલવા લાગ્યો હતો. અને પરેશન કરતો હોવાથી યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. જેના પગલે રિતેશ ઉશ્કેરાયો હતો.

આ પણ વાંચોઃ-મોંઘી ગાડીમાં હિરો બનીને આવ્યો યુવક, પછી થયું આવું

રિતેશને માલુમ હતું કે તેને બ્લોક કરનાર યુવતી અજય સાથે ચેટિંગ કરતી હતી. રિતેશે આ અંગે યુવતીને ફોન ઉપર મેસેજ મોકલીને પૂછ્યું હતું. યુવતીએ તેને ફોન ઉપર પણ બ્લોક કરી દીધો હતો. રિતેશે અજયનો ફોન નંબર લઇને યુવતી અંગે પૂછ્યું હતું. અજયે પણ નારાજ થઇને રિતેષને ફેસબુક અને ફોન ઉપર બ્લોક કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-સિગરેટ ન પીતા લોકોને મળશે વર્ષે 6 રજા એકસ્ટ્રા
આ વાતથી રિતેષ આપા ખઓ બેઠો અને અજયના કારણે યુવતીએ તેને બ્લોક કર્યો હોવાનું માની લીધું હતું. અને આ વાતથી ઉશ્કેરાયેલા રિતેશે પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. આમ તેના રૂમા પાર્ટનરને યશને 6 જાન્યુઆરીના દિવસે પ્રભાત ચાર રસ્તા પાસે મળવા બોલાવ્યો અને તેની હત્યા કરી દીધી હતી.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...