Home /News /eye-catcher /એકતરફી પ્રેમમાં યુવતીએ નંબર બ્લોક કર્યો, તો પાગલ પ્રેમી ટાવર પર ચઢી ગયો અને પછી...
એકતરફી પ્રેમમાં યુવતીએ નંબર બ્લોક કર્યો, તો પાગલ પ્રેમી ટાવર પર ચઢી ગયો અને પછી...
પાગલ પ્રેમી ટાવર પર ચઢી ગયો
Crazy lover: રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના બદનૌર શહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એવું કૃત્ય કર્યું કે, પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. પાગલ પ્રેમીથી પરેશાન યુવતીએ તેનો નંબર બ્લોક કરી દેતાં તેણે મોબાઈલ ટાવર પાસે જઈને નીચે ઉતરવાની અનોખી શરત મૂકી હતી. પછી શું થયું તે વાંચો...
ભીલવાડા: રાજસ્થાનમાં ફરી એકવાર પાગલ પ્રેમીનો (Crazy lover) હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. તાજેતરનો મામલો ભીલવાડા જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ એવું કામ કર્યું કે, લગભગ એક કલાક સુધી પોલીસ અને પ્રશાસનના શ્વાસ રોકાઈ ગયા હતા. આ પાગલ પ્રેમીથી પરેશાન યુવતીએ તેનો નંબર બ્લોક કરી દેતા તે મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. બાદમાં તે લગભગ એક કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા (High voltage drama) કરતો રહ્યો હતો. આ બાદ, પોલીસ પ્રશાસન તેને નીચે લાવવામાં સફળ થયું અને બાદમાં શાંતિ ભંગ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આ મામલો ભીલવાડા જિલ્લાના બદનૌર શહેરનો છે. બદનૌરનો રહેવાસી પ્રકાશ પ્રજાપત એક યુવતી સાથે એકતરફી પ્રેમમાં હતો. તે યુવતીને વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો. તેનાથી પરેશાન યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. આનાથી તે ગુસ્સે થઈ તે મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો અને યુવતી સાથે વાત કરવાની જીદ કરવા લાગ્યો હતો. ધીરે ધીરે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ અને વિસ્તારના લોકો ટાવર નીચે આવીને તેને નીચે ઉતારવા પ્રયાસો કરી રહ્યા હતા.
પોલીસ અને તંત્ર ધંધે લાગ્યું
લોકોએ તેને નીચે ઉતરવાનું કહ્યું, પરંતુ તે માન્યો નહીં અને ટાવર પર ચઢતો રહ્યો. જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી તો તે એક્શનમાં આવી ગઈ અને આ બાદ, પોલીસે સ્થળ પર પહોંચીને યુવકને નીચે ઉતરવાનું કહ્યું, પરંતુ તે હજુ પણ રાજી ન થયો. બાદમાં વહીવટી અધિકારી તહેસીલદાર રામજીલાલ જાટવ, વિકાસ અધિકારી બિહારીલાલ શર્મા અને સરપંચ નરેન્દ્રસિંહ રાઠોડ પણ ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં યુવક સંમત ન થયો. તેણે માંગણી કરી કે, પહેલા છોકરી સાથે વાત કરાવો, પછી તે નીચે આવશે.
પોલીસે યુવકની ધરપકડ કરી
લગભગ એક કલાક સુધી ફોન પર તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવકે ફોન પર યુવતીને સામે લાવવાની માંગણી કરી હતી. આ પછી ગામના કેટલાક લોકો યુવતીના ઘરે ગયા અને યુવક સાથે વીડિયો કોલ પર વાત કરી. જે બાદ યુવક નીચે ઉતર્યો હતો. યુવક નીચે ઉતરતાની સાથે જ પોલીસે શાંતિ ભંગ કરવાના આરોપમાં તેની ધરપકડ કરી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર