47 વર્ષના શિક્ષકના પ્રેમમાં પાગલ થઈ 19 વર્ષની યુવતી, રોમાંસની ચાહતમાં અભ્યાસ છોડવા તૈયાર

19 વર્ષની યુવતીને 47 વર્ષના યુવક સાથે પ્રેમ

તેઓ ફેસબુકના એક ફેન પેજ Twentyone Pilots Facebook પર મળ્યા હતા. ક્વોરન્ટાઈનના સમયમાં બંનેનો ઈશ્ક પરવાના પર ચઢવા લાગ્યો, કારણ કે તે સમયે બંને ફ્રી હતા

 • Share this:
  કોરોનાવાયરસને કારણે, લોકો ઘણા મહિનાઓ સુધી ઘરોમાં બંધ રહ્યા (Corona Lockdown). આવી સ્થિતિમાં, ખાવા -પીવાના પ્રયોગો (Experiment with Food સાથે, લોકોએ સંબંધોમાં પણ ઘણા પ્રયોગો કર્યા. હવે કલ્પના કરો કે, શું 19 વર્ષની ઉંમરની યુવતી, 47 વર્ષના પુરૂષના પ્રેમમાં પડી (Teenager fell in love with 47 year old man) શકે છે? બંનેને સોશિયલ મીડિયા પર વર્ચ્યુઅલ ઓળખાણ થઈ અને હવે એવી સ્થિતિ છે કે છોકરી તેના પિતાની ઉંમરના પુરુષ સાથે રહેવા માટે પોતાનો અભ્યાસ છોડવા તૈયાર છે.

  19 વર્ષીય ચાર્લિન ચાલ્ટીનને વર્ષ 2020માં 47 વર્ષીય જેરેમી પ્રેટિકો સાથે મુલાકાત થઈ હતી. તેઓ ફેસબુકના એક ફેન પેજ Twentyone Pilots Facebook પર મળ્યા હતા. અહીંથી તેમની ચેટિંગની પ્રક્રિયા શરૂ થઈ અને હવે એવી સ્થિતિ છે કે ચાર્લીન પોતાનો દેશ છોડીને અમેરિકા (United States) આવવા માંગે છે, અને માત્ર જેરેમી સાથે રહેવા માંગે છે. તે કહે છે કે તેના જીવનમાં માત્ર જેરેમી જ તેની પ્રાથમિકતા છે. 28 વર્ષની ઊંમરના અંતર પછી પણ, આ દંપતી હાલમાં એકબીજા માટે ખૂબ ગંભીર છે.

  કોઈ ઉંરની સીમા, ના દેશનું બંધન

  જેરેમી પ્રેક્ટિકો યુનાઇટેડ સ્ટેટ્સનો રહેવાસી છે અને અમેરિકાના વર્મોન્ટ (Vermont, US)માં રહે છે, જ્યારે ચાર્લીન બેલ્જિયન છે અને બેલ્જિયમના બ્રસેલ્સ (Brussels, Belgium)માં રહે છે. તેમનો રોમાંસ મહામારી (Romance during Corona) દરમિયાન જ શરૂ થયો હતો, તે પણ ઓનલાઇન. જેરેમી પ્રાથમિક શાળામાં શિક્ષક છે અને ચાર્લિનને ફેનપેજ દ્વારા મળ્યા હતા. જ્યારે તેઓએ વાત કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ ચેટીંગ સતત ચાલતું રહ્યું. ક્વોરન્ટાઈનના સમયમાં બંનેનો ઈશ્ક પરવાના પર ચઢવા લાગ્યો, કારણ કે તે સમયે બંને ફ્રી હતા. વર્ચ્યુઅલ ડેટ્સ અને સતત વાતચીત પછી, તેઓએ 3500 માઇલ દૂરથી એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું. જેરેમી કહે છે કે, તે તેની ઉંમર કરતા ઓછા પરિપક્વ છે, જ્યારે ચાર્લીન તેની ઉંમર કરતા ઘણી વધારે પરિપક્વ છે. આ જ કારણ છે કે તેમની જોડી ખૂબ જામી છે.

  આ પણ વાંચોવિશ્વની સૌથી નાની છોકરી 13 મહિના પછી ICUમાંથી ઘરે આવી, જન્મ સમયે એક સફરજન જેટલું હતું વજન

  રોમાંસ માટે અભ્યાસ છોડી દેશે

  ચાર્લીન 47 વર્ષીયના પ્રેમમાં એટલી પાગલ છે કે, તે કહે છે કે તે જેરેમી મને મોટા નથી લાગતા. જ્યારે ચાર્લીનના માતા-પિતાને તેમના આ પ્રેમ વિશે ખબર પડી ત્યારે તેઓએ વિચાર્યું કે, ચાર્લીન આ બધું માત્ર ગ્રીન કાર્ડ મેળવવાની લાલચમાં કરી રહી છે. એક વર્ષના લાંબા સંબંધમાં કોરોનાને કારણે આ દંપતી એકબીજાને મળી પણ શક્યું ન હતું. જેરેમી બ્રસેલ્સ આવ્યા પછી તેઓએ તાજેતરમાં જ 8 દિવસો સાથે વિતાવ્યા. હવે ચાર્લીન વહેલી તકે જેરેમી સાથે અમેરિકા શિફ્ટ થવા માંગે છે. તે કહે છે કે, જેરેમી સાથે રહેવું એ તેની પ્રથમ જરૂરિયાત છે, તે બે કે ત્રણ વર્ષ પછી પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.
  Published by:kiran mehta
  First published: