6 મહિનાથી ગાય દરરોજ કાપડની દુકાનમાં આરામ કરે છે, ક્યારેય ગંદકી પણ નથી કરતી!

News18 Gujarati
Updated: November 13, 2019, 7:40 AM IST
6 મહિનાથી ગાય દરરોજ કાપડની દુકાનમાં આરામ કરે છે, ક્યારેય ગંદકી પણ નથી કરતી!
દુકાન માલિકના કહેવા પ્રમાણે ગાય શોરૂમની અંદર આવીને બેસતી થયા બાદ તેમના બિઝનેસમાં વધારો થયો છે, શોરૂમના માલિકની પત્ની ગાયની પૂજા કરે છે.

દુકાન માલિકના કહેવા પ્રમાણે ગાય શોરૂમની અંદર આવીને બેસતી થયા બાદ તેમના બિઝનેસમાં વધારો થયો છે, શોરૂમના માલિકની પત્ની ગાયની પૂજા કરે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આંધ્રપ્રદેશના કડપા જિલ્લા (Kadapa district of Andhra Pradesh)ના મદુકુર (Mydukur) ટાઉન ખાતે આવેલી એક કાપડની દુકાનમાં દરરોજ અચરજ પમાડે તેવી ઘટના બને છે. દુકાનના માલિકને ત્યાં છેલ્લા છ મહિનાથી દરરોજ એક મહેમાન આવે છે.

આ મહેમાન બીજું કોઈ નહીં પરંતુ એક ગાય માતા છે. મદુકુર ખાતે આવેલા 'શ્રી સાંઇરામ ક્લોથ શોરૂમ'માં ગાય છેલ્લા છ મહિનાથી દરરોજ આવે છે. ગાય અહીં દરરોજ શોરૂમની અંદર બેથી ત્રણ કલાક સુધી પંખાની હવા નીચે આરામ ફરમાવે છે, અને બાદમાં જતી રહે છે.

'શ્રી સાંઇરામ ક્લોથ શોરૂમ'ના માલિક પી. ઓબૈયાએ જણાવ્યું કે, "એક દિવસ ભર ઉનાળે આ ગાય મારા શોરૂમમાં આવી ચડી હતી. શોરૂમની અંદર આવી પહોંચેલી ગાયે અહીં બેથી ત્રણ કલાક સુધી આરામ કર્યો હતો. શરૂઆતમાં ગાય અમારા શોરૂમમાં ઘૂસી જતા અમે ડરી ગયા હતા. અમે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બહાર નીકળી ન હતી. ગાય થોડા સમય સુધી દુકાનની અંદર જ બેઠી હતી અને બાદમાં જાતે જ ત્યાંથી ચાલી ગઈ હતી."

દુકાન માલિકના કહેવા પ્રમાણે આ ઘટના બાદ ગાય નિયમિત પણે તેમના શોરૂમમાં આવી પહોંચે છે. અહીં બેથી ત્રણ કલાક સુધી આરામ ફરમાવે છે અને જતી રહે છે.

"એ દિવસ બાદ ગાયે કાયમ અમારા શોરૂમમાં આવવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં અમને લાગ્યું હતું કે ગાયને કારણે અમારા ધંધાને અસર પહોંચશે. પરંતુ નવાઇની વાત એ છે કે અમારા વેપારમાં વધારો થયો છે. એટલું જ નહીં ગાયે ક્યારેય પણ શોરૂમની અંદર કોઈ ગંદકી પણ કરી નથી."

શોરૂમના માલિક માલિકની પત્ની ગાયના આવવાની ઘટનાને ખૂબ સારી ગણાવે છે. તેમણે પોતાના શોરૂમમાં દરરોજ આવતી ગાયની પૂજા કરવાનું શરૂ કર્યું છે.
First published: November 12, 2019, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading