શા માટે દુનિયાભરના લોકો અપનાવી રહ્યા છે 'ગાયને ગળે લગાડવા'નો ટ્રેન્ડ, શું આ કોઈ થેરપી છે?

ફાઇલ તસવીર

'થેરપી એનિમલ' વિચાર નવો નથી. પરંતુ વિશ્વમાં કોરોના મહામારીને કારણે અનેક લોકો માનસિક સ્વાસ્થ્ય સામે લડી રહ્યા છે. આ માટે જ આ ટ્રેન્ડ પ્રસિદ્ધ થઈ ગયો છે.

 • Share this:
  નેધરલેન્ડના એક ગ્રામ્ય વિસ્તારમાંથી શરૂ થયેલો ટ્રેન્ડ આખી દુનિયા અપનાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેધરલેન્ડના રુવર વિસ્તારમાં એક પ્રેક્ટિસ (પ્રથા) શરૂ થઈ છે. જે 'કો નફલેન' (ડચ ભાષાનો શબ્દ 'Koe Knuffelen', કે જેનો મતલબ ગાય (Cow Hugging)ને ગળે લગાડવી થાય છે. આ પ્રેક્ટિસને જોત જોતામાં આખા વિશ્વએ અપનાવી લીધી છે. આવું શા માટે થઈ રહ્યું છે? આ પાછળ એવી માન્યતા છે કે ગાયને ગળ લગાડવાથી તણાવમાં રાહત મળે છે તેમજ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) માટે કોઈ પાલતું પ્રાણીનો સાથ ખૂબ જરૂરી છે. જોકે, 'થેરપી એનિમલ' વિચાર નવો નથી. પરંતુ વિશ્વમાં કોરોના મહામારીને કારણે અનેક લોકો માનસિક સ્વાસ્થ્ય સામે લડી રહ્યા છે. આ માટે જ આ ટ્રેન્ડ પ્રસિદ્ધ થઈ ગયો છે. આ ટ્રેન્ડ તથા ગાયને ગળે લગાડવા અંગે રસપ્રદ વાતો જાણીને તેમજ તેની વૈજ્ઞાનિક સમજ અંગે જાણકારી મેળવીને તેમને પણ થોડી મદદ મળશે.

  શું સાચે જ ગાયને ગળે લગાડવાથી શાંતિ મળે છે?

  પહેલા તો તમારે એ જાણી લેવું જોઈએ કે ગળે લગાવવા માટે સૌથી ફાયદાકારણ પ્રાણી ગાય છે. વર્ષ 2007માં એક અભ્યાસ થયો હતો, જેમાં માલુમ પડ્યું હતું કે ગાયની ગરદન અને પીઢ જેવા હિસ્સાઓ પર હાથ ફેરવવામાં આવે તો તેનાથી ગાયને ખૂબ રાહત મળે છે. આવું કરવાથી ગાય તમારી મિત્ર બની જાય છે. જે લોકો ગામડાઓ સાથે સંબંધ ધરાવે છે તેઓને જાણકારી હશે કે દૂધ દોહતા પહેલા ગાયને આ રીતે પંપાળવામાં આવે છે.

  જોકે, આ ફક્ત ગાય માટે જ લાભકારી નથી. બીબીસીના રિપોર્ટ પ્રમાણે આ પ્રકારના વર્તનથી તમને પણ સકારાત્મક ઉર્જા મળે છે, તણાવ ઓછો થાય છે. આવું કરવાથી તણાવ ઓછું કરતા ઑક્સિટૉસિન હોર્મોન્સ શરીરમાં વધે છે, જો સામાન્ય રીતે સામાજિક બંધન વખતે શરીરમાં બને છે. પાલતું પ્રાણીઓ સાથે રમતી વખતે શરીર અને મનને શાંતિ મળે છે. એ પણ હકીકત છે કે મોટા સ્તનધારી પ્રાણીઓ સાથે રમવાથી વધારે શાંતિ મળે છે.

  કોવિડ-19: એકલાપણાના સાથી છે પેટ્સ?

  કોરોના વાયરસના કહેર વચ્ચે લોકો એકલા પડી ગયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, ઘરોમાં કેદ અને સામાજિક ગતિવિધિ ઓછી થવાને કારણે દુનિયાભરના લોકો એકલાપણાંથી પીડિત છે. આ માટે જ અનેક માનસિક સમસ્યા ઊભી થઈ રહી છે. નિષ્ણાતોનું માનીએ તો કોવિડ 19ને કારણે દુનિયાભરમાં માનસિક સ્વાસ્થ્ય મોરચા પર સેવાઓ સૌથી વધારે પ્રભાવિત થઈ છે.  પાલતું જાનવરો સાથે જોડાયેલી કંપની પૅટવૉચના ડેટાનું માનીએ તો કોવિડ 10 મહામારી દરમિયાન પાલતું જાનવરો ખરીદવાના આંકડા ઓછા થયા પરંતુ માર્ચના મધ્યથી પશુપાલન કેન્દ્રોમાં પશુઓની સંખ્યા વધી હતી. એક સંસ્થા ASPCAના ડેટા પ્રમાણે પશુપાલન કેન્દ્રોમાં લોકો આવીને તેમને રમાડીને તેમની દેખરેખ કરવાના કેસમાં પહેલા કરતા વધારો જોવામાં આવ્યો છે.

  ગાય સાથે રમવાનો વિચાર કેવી રીતે ટ્રેન્ડ બન્યો?

  હકીકતમાં આ ટ્રેન્ડ 10 વર્ષ પહેલા હોલેન્ડના ગામોમાં ટાઇમપાસ મસ્તી તરીકે શરૂ થયો હતો, પરંતુ હવે તે આંદોલન જેવો બની ગયો છે. આ વિચાર અમેરિકા સુધી પહોંચ્યો છે અને અહીં તો માનસિક સ્વાસ્થ્ય માટે ગાયને ગળે લગાવવાના સેશન આયોજિત કરવામાં આવ્યા હતા. જોકે, ભારત અને દક્ષિણ એશિયાના અમુક દેશો, તેમજ મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ પ્રેક્ટિસ પહેલાથી જ ચાલી રહી છે. આ દેશોની મોટાભાગની વસ્તી ગામડાઓમાં હોવાથી તેઓ ગાયને આ રીતે પ્રેમ આપતા રહે છે. જ્યારે વિકસિત દેશો પ્રકૃતિથી દૂર થઈ રહ્યા હોવાથી ત્યાં આવો ટ્રેન્ડ લોકપ્રીય બન્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: