ગજબ! 13 મહિનાની વાછડી ગર્ભધારણ કર્યાં વગર જ સવાર-સાંજ આપે છે દૂધ

News18 Gujarati
Updated: July 16, 2020, 1:53 PM IST
ગજબ! 13 મહિનાની વાછડી ગર્ભધારણ કર્યાં વગર જ સવાર-સાંજ આપે છે દૂધ
13 મહિનાની વાછડી સવાર સાંજ દૂધ આપે છે.

પશુ ચિકિત્સકનું માનવું છે કે અમુક પ્રાણીઓમં હોર્મોન્સનું પ્રમાણ વધી જતું હોય છે, આ કારણે તેઓ ગર્ભધારણ કર્યા પહેલા જ દૂધ આપવા લાગે છે.

  • Share this:
જસબીર કુમાર, હમીરપુર : હિમાચલ પ્રદેશના હમીરપુર (Hamirpur) જિલ્લાના કુલ્હેડા ગામમાં એક હેરાન પમાડતો મામલો સામે આવ્યો છે. કુલ્હેડા ગામના પ્રતાપસિંહની 13 મહિનાની વાછડી ગર્ભધારણ કર્યા વગર જ સાર અને સાંજે અડધો લીટર દૂધ (Milk) આપે છે. આ વાત જાણીને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. પ્રતાપસિંહ તેમજ ગામના અન્ય વૃદ્ધ લોકોનું કહેવું છે કે આવું તેમણે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. પશુપાલન વિભાગ (Animal Husbandry)ના વરિષ્ઠ ડૉક્ટર કે.એલ. શર્માનું કહેવું છે કે પશુઓમાં હોર્મોન્સની વૃદ્ધિને કારણે આવું બન્યું હોઈ શકે છે. અમુક પશુઓમાં આવું જોવા મળે છે.

ગામ લોકોનું શું કહ્યું

ગામના લોકોનું માનીએ તો તેમણે આવું સાંભળ્યું કે જોયું નથી. પ્રતાપસિંહ અને તેમની પત્ની રેખા દેવીનું કહેવું છે કે ઘરની જ પાલતું આ વાછડી 13 મહિનાની છે. એક અઠવાડિયા પહેલા વાછડીનું આઉ અચાનક વધી ગયું હતું. જે બાદમાં પશુ ડૉક્ટરને જાણ કરવામાં આવી હતી. ડૉક્ટરે વાછડીના આઉ અને આંચળને દબાવ્યા તો તેમાંથી પાણી નીકળ્યું હતું. જે બાદમાં આંચળમાંથી દૂધ નીકળવા લાગ્યું હતું. હવે સતત આ વાછડી સવાર અને સાંજે દૂધ આપી રહી છે. જોકે, પ્રતાપસિંહ હાલમાં આ વાછડીના દૂધનો ઉપયોગ ખાવામાં નથી કરતા. આ દૂધને હાલ શિવ મંદિરમાં ચઢાવવામાં આવે છે.ગામના વૃદ્ધનું શું કહેવું છે?

80 વર્ષીય શક્તિ ચંદ અને પ્યાર ચંદનું કહેવું છે કે તેમણે એવું નથી જોયું કે કોઈ પશુ ગર્ભધારણ અને પ્રસવ પહેલા દૂધ આપતું હોય. આવું પ્રથમ વખત જોયું કે કોઈ 13 મહિનાની વાછડી ગર્ભધારણ વગર જ દૂધ આપી રહી હોય. આ કોઈ ચમત્કાર જ છે.ડૉક્ટરનું શું કહેવું છે?

વરિષ્ઠ પશુ ડૉક્ટર કે.એલ. શર્માનું કહેવું છે કે અમુક પશુઓમાં હોર્મોન્સ વધી જતા હોય છે. આ કારણે પશુ ગર્ભધારણ પહેલા જ દૂધ આપવાનું શરૂ કરી દે છે. પ્રતાપસિંહની વાછડી આવા જ પશુઓમાંની એક છે, જે દૂધ આપી રહી છે. ડૉક્ટર કે.એલ. શર્માએ અપીલ કરી છે કે જે પશુઓ આવી રીતે દૂધ આપતા થઈ જાય છે તેના દૂધનો ચાર કે પાંચ દિવસ સુધી ઉપયોગ ન કરવો જોઈએ. જે બાદમાં દૂધનો ઉપયોગ કરી શકાય છે. તેના ઉપયોગથી કોઈ નુકસાન નથી થતું.
Published by: Vinod Zankhaliya
First published: July 16, 2020, 1:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading